fbpx

ચાંદીના છત્તર રોકડ રકમ સહિત ૨૧,૦૦૦ મત્તાની ચોરી

Spread the love

ચાંદીના છત્તર રોકડ રકમ સહિત ૨૧,૦૦૦ મત્તાની ચોરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ મહાકાલી માતાના મંદિર તથા તેની બાજુમા આવેલ મંદિર ના તસ્કરોએ તાળા તોડી ચાંદીના છત્તર રોકડ રકમ સહિત કુલ ૨૧,૦૦૦ ની ચોરી કરી તસ્કરો પલાયન થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


    પ્રાંતિજ ના સલાલ ખાતે રહેતા કનુસિંહ અમરસિંહ પરમાર ની ધર ની બાજુ મા આવેલ  મહાકાલી માતાના મંદિર ના દરવાજાનુ તાળુ તોડી મંદિર મા પ્રવેશ કરી મહાકાલી માતાના મંદિર તેમજ તેની બાજુમા આવેલ નાના મંદિર આવેલ હોય જે મંદિર માંથી ચાંદીના છત્તર નંગ-૧૦ મળી ૧૦૦ ગ્રામ વજન જેની કિંમત ૨૦,૦૦૦ તેમજ દાનપેટી મા રહેલ ૧,૦૦૦ રોકડ મળી કુલ-૨૧,૦૦૦ ની મત્તાની ચોરી કરી અજાવ્યા તસ્કરો પલાયન થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કનુસિંહ અમરસિંહ પરમાર રહે.સલાલ તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૩૧(૪),૩૦૫(ડી) મુજબ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!