fbpx

પ્રાંતિજ ખાતે રોડ કામ મા કામ કરતા બે બાળ મજુરો જોવા મલ્યા

Spread the love

પ્રાંતિજ ખાતે રોડ કામ મા કામ કરતા બે બાળ મજુરો જોવા મલ્યા
– રાજય સરકાર ના બાળ મજૂરી બાબતે કડકાઈ રાખી છે તેવા દાવાઓ પોકાળ સાબિત થયા
– વિકસિત સમુદ્ર ગુજરાતના દાવાઓની કડવી વાસ્તવિકતા સામે આવી
– તાલુકા સહિત જિલ્લા વહીવટી તંત્ર ની કામગીરી ઉપર ઉઠયા સવાલો



સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચાલી રહેલ નવીન રોડ ના કામમા બાળ મજુર કામ કરતા બે બાળકો જોવા મલ્યા તો રોડ કોન્ટ્રાક્ટર દ્રારા બાળ મજૂરી કરાવવી ગુનો હોવાછતાંય બાળકો પાસે બાળ મજૂરી કરાવતા હોવાનુ કેમેરામા કેદ થયુ


   રાજય સરકાર ના બાળ મજૂરી બાબતે કડકાઈ રાખી છે તેવા દાવાઓ પોકાળ સાબિત થયા છે તો વિકસિત સમુદ્ર ગુજરાત ના દાવાઓની કડવી વાસ્તવિકતા સામે આવી છે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર ચાલી રહેલ નવીનીરોડ કામમા બે બાળ મજુરો કામ કરતા જોવા મલ્યા તો આટલી નાની ઉંમરે બાળકો જોડે કામ કરાવવાને લઈને હાલ તો કોન્ટ્રાક્ટર ની સાથે સાથે રોડ ખાતુ તથા તાલુકા – જિલ્લા તંત્ર ની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે તો ભણવાની જગ્યાએ બે બાળકો પાસે રોડ કોન્ટ્રાક્ટર દ્રારા બાળ મજુરી કરાવવામા આવી રહી છે અને એપ્રોચરોડ ઉપર રોડ કામમા બન્ને બાળકો અલગ અલગ જગ્યાએ બાળ મજુરી કરતા જોવા મલ્યા હતા ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આવા કોન્ટ્રાક્ટરો તથા તેમને સાથ આપતા આધિકારીઓ સામે એક્શન લેવામા આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતી જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ

સામાજિક કાર્યકર અનીલ પટેલ નુ શુ કહેવુ છે
આ અંગે પ્રાંતિજ સામાજિક કાર્યકર અનિલ પટેલે જણાવ્યુ કે નાના બાળકો સાથે કોન્ટ્રાક્ટર દ્રારા કામ ના કરાવુ જોઈએ અને મે શ્રમ અધિકારી ને કોલ કરી વાત કરી છે અને જો કાલ સુધીમા જો જવાબદાર અધિકારીઓ દ્રારા જોકોઇ એક્શન ના લેવાય તો હુ લેખિત મા ફરિયાદ આપીશ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!