fbpx

પ્રાંતિજ ના ઝીંઝવા ગામે જામફળ ની વાડી મા ભાગ બાબતે બોલાચાલી બાદ મારમાર્યો

Spread the love

પ્રાંતિજ ના ઝીંઝવા ગામે જામફળ ની વાડી મા ભાગ બાબતે બોલાચાલી બાદ મારમાર્યો
– લાકડીઓ વડે માર મારતા ત્રણ ને ઇજાઓ પહોચી
– ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ઝીંઝવા મુકામે જામફળની વાડીમા ભાગ બાબતે બોલાચાલી બાદ લાકડીઓ વડે માર મારી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના ઝીંઝવા ગામે રહેતા મિતુલકુમાર સંપતભાઇ દેવીપુજક  કે વિમલભાઇ વાધેલા ના ભાઇ ધવલભાઇ ને વાડી માંથી છુટોકરી પોતાના માતા-પિતા નો ભાગ કરવા માંગતા હોય જેથી ધવલભાઇ એ વિમલભાઇ ને તેના સામાન લઈ જવા માટે બોલાવતા વિમલભાઇ ઝીંઝવા ગામે આવેલ વાડી મા સમાન ભરવા માટે ગયેલ તે દરમ્યાન તે સામાન ભરતા  તે વખતે મિતુલ કુમાર સંપતભાઇ દેવીપુજક ત્યાં આવી શુ બનાવ બનેલ કે તમે ભાગ છુટો કરવા માંગો છો તેમ કહેતા મિતુલ કુમાર દેવીપુજક એકદમ ઉશ્કેરાઈ જઈ વિમલભાઇ વાધેલા ને કમર ના ભાગે તથા માથાના ભાગે લાકડી મારી ઇજા કરી તો ધવલભાઇ વચ્ચે પડતા તેને બન્ને હાથે લાકડીઓ મારી ઇજાઓ કરી તથા વરૂભાઇ ને બરડા ના ભાગે લાકડી મારી ઇજા કરતા બુમાબુમ થતા મિતુલ ભાઇ ના પિતા સંપતભાઇ દેવીપુજક તથા માતા રેખાબેન તેમનો પુત્ર મિતુલ ભાઇ ના ઉપરાડુ લઈ આવી મા બેન સામી બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામા નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા વિમલભાઇ દેવીપુજક રહે.રામનગર ઇડર-વલાસણા રોડ તા.ઇડર ,જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મિતુલકુમાર સંપતભાઇ દેવીપુજક , સંપતભાઇ દેવીપુજક , રેખાબેન સંપતભાઇ દેવીપુજક ત્રણેય રહે. ચિત્રોડા તા.ઇડર જિ.સાબરકાંઠા હાલ રહે ઝીંઝવા (જામફળની વાડી) તા.પ્રાંતિજ,  જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧ (૩),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોધી પ્રાંતિજ પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!