fbpx

પ્રાંતિજ ભુપેન્દ્ર પેટ્રોલ પંપ પાસેથી  ચાઇનીઝ દોરી સાથે એક ઇસમ ને પોલીસે ઝડપી પાડયો

Spread the love

પ્રાંતિજ ભુપેન્દ્ર પેટ્રોલ પંપ પાસેથી  ચાઇનીઝ દોરી સાથે એક ઇસમ ને પોલીસે ઝડપી પાડયો
– પ્રાંતિજ પોલીસે ચાઇનીઝ દોરી ની આઠ ફીરકી સાથે એક ને ઝડપી પાડયો
– ૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ઓરાણ ના ઇસમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
– હજુએ પ્રાંતિજ મા ચાઇનીઝ દોરી નુ વેચાણ થતુ હોવાની આશંકા
                   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ભુપેન્દ્ર પેટ્રોલ પંપ આગળથી  ચાઇનીઝ દોરી ની આઠ ફીરકી સાથે પ્રાંતિજ ના ઓરાણ ના ઇસમ ને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયો હતો


     ઉતરાયણ ના આડે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે પતંગ અને દોરી નુ પ્રાંતિજ બજાર મા વેચાણ ચાલુ છે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લગાડવામા આવ્યો છે અને વેચાણ કે ખરીદી કરવી નહી ત્યારે પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ભુપેન્દ્ર પેટ્રોલ પંપ આગળ ચાઇનીઝ દોરીનુ વેચાણ થતુ હોવાનુ પ્રાંતિજ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળતા પ્રાંતિજ પોલીસે સ્થળ ઉપર જઇ તપાસ કરતા  પિન્ટુભાઇ રેવાભાઇ વાધેલાગેરકાયદેસર ચાઇનીઝ દોરી નો જથ્યો ફીરકી નંગ-આઠ સાથે મળી આવેલ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી રાખવા બાબતે નુ પાસ પરમીટ તેમજ બીજા દસ્તાવેજ કે પુરાવા ના મળતા  અને એક રીલ ની  કિંમત-૫૦૦ રૂપિયા કુલ-૪૦૦૦ નો મુદામાલ સાથે પ્રાંતિજ પોલીસે પિન્ટુભાઇ રેવાભાઇ વાધેલા રહે ઓરાણ વાધેલાવાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ ગુનોનોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી તો પ્રાંતિજ મા હજુએ કેટલીક જગ્યાએ ચાઇનીઝ દોરીનુ તથા ચાઇનીઝ તુગલોનુ વેચાણ થતુ હોવાની આશંકા સેવાઈ રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!