

સોશિયલ મીડિયા પર એક કર્મચારીની કહાની ઝડપથી વાયરલ થઈ રહી છે, જે ભારતીય ઓફિસ કલ્ચર પર પ્રશ્નો ઉભા કરે છે. કર્મચારીનો આરોપ છે કે તેના બોસે બીમારીની રજા માંગી ત્યારે તેનું લાઈવ લોકેશન શેર કરવાનું કહ્યું હતું. વોટ્સએપ ચેટના સ્ક્રીનશૉટ સાથે સામે આવેલી આ ઘટનાએ ગોપનીયતા, વિશ્વાસ અને મેનેજમેન્ટના વલણને લઈને નવી ચર્ચા જગાવી છે. વાયરલ પોસ્ટ અનુસાર, કર્મચારીના બોસે બીમારીની રજાની માંગ કરનારા કર્મચારી પાસેથી તેનું લાઈવ લોકેશન માંગ્યું હતું. બોસે કહ્યું કે આ કંપનીની HR નીતિનો ભાગ છે. આ ઘટના બાદ, લોકો વર્કપ્લેસની ગોપનીયતા અને કર્મચારીના અધિકારો પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
એક કર્મચારીએ સોશિયલ મીડિયા પર તેના બોસના વ્યવહાર અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે તેના બોસે બીમારીની રજા લેવા માટે તેનું લાઈવ લોકેશન માંગ્યું હતું, જે તેને એકદમ અયોગ્ય લાગ્યું. કર્મચારીએ જણાવ્યું કે તેને માથાનો દુઃખાવો હતો એટલે તેણે રજા લીધી. બીજા દિવસે જ્યારે તબિયત સારી ન થઈ તો તેણે ફરીથી રજા માંગી. બોસે તેને HR સાથે વાત કરવા કહ્યું. HRએ બીમારીનો કોઈ પુરાવો માંગ્યો.

જ્યારે કર્મચારીએ બોસને આ વાત જણાવી, ત્યારે બોસે તેને WhatsApp પર તેનું લાઇવ લોકેશન માંગ્યું. જ્યારે કર્મચારીએ પૂછ્યું કે લોકેશન શા માટે જોઈએ છે, ત્યારે બોસે કહ્યું કે HR નીતિ હેઠળ તે જરૂરી છે. કર્મચારીએ તેને પોયાની ગોપનીયતામાં હસ્તક્ષેપ ગણાવ્યો અને પૂછ્યું કે આવું કરવું યોગ્ય છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, ઘણા લોકોએ કહ્યું કે માંદગીની રજા માટે લાઇવ લોકેશન માંગવું ખોટું છે અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે.
જેવી જ આ પોસ્ટ વાયરલ થઈ, સોશિયલ મીડિયા યુઝર્સે કર્મચારીને સલાહ આપી કે તે પોતાના બોસ સાથે તેનું લોકેશન શેર ન કરે, તે ગોપનીયતાનું ઉલ્લંઘન છે. એક યુઝરે પૂછ્યું કે, માથાનો દુઃખાવા માટે માન્ય દસ્તાવેજ શું છે? આ મારા માટે એક કોયડો છે. જો હું બીમાર અનુભવું છું અને મોડે સુધી સૂવાનું નક્કી કરું છું, તો શું મારે રજા લેવા માટે પોતાની પરેશાનીની તસવીરો શેર કરવી જોઈએ?’, જ્યારે બીજાએ કહ્યું, ‘બિલકુલ નહીં, તમારું લોકેશન શેર કરશો નહીં. તેમણે તમને કામ આપ્યું છે; તેમને તમારા લોકેશન સાથે કોઈ લેવાદેવા નથી.’

ત્રીજા યુઝરે સ્પષ્ટપણે લખ્યું કે આ બોસની એકદમ ખોટી હરકત છે. સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ અને પોતાની ગોપનીયતાનો મુદ્દો ઉઠાવવો જોઈએ. યુઝરે એમ પણ કહ્યું કે વોટ્સએપ પર આવી માંગણી કરવાથી એવું લાગે છે કે આ કદાચ એક નાની કંપની છે, જ્યાં બિનજરૂરી દબાણ અને વધુ પડતી દેખરેખ રાખવામાં આવે છે.
આવા વલણથી જ ભારતમાં કંપનીઓની વર્ક કલ્ચર બગડે છે. ચોથા યુઝરે સલાહ આપી કે જો તેમને લાઈવ લોકેશનની જરૂર હોય, તો તેમણે સત્તાવાર ઈમેલ કરે. જો આવો ઈમેલ આવે છે, તો જવાબ આપતી વખતે HRને પણ CCમાં નાખો. તેમણે મજાકમાં એમ પણ કહ્યું કે જો મજબૂરી હોય તો GPS લોકેશન બદલવાની ટ્રિક યુટ્યુબ પર શીખી લો, જેથી કોઈ પરેશાની ન થાય.
