
પ્રાંતિજ ખાતે તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર કમિટી દ્વારા વિવિધ જમાતોના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો





પ્રાંતિજની મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર કમિટી દ્વારા વિવિધ મુસ્લિમ જમાતોના તેજસ્વી છાત્રોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવાનો શાનદાર પ્રોગ્રામ જાંબુચોરા મસ્જિદ પાસે યોજાયો હતોઆ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે રાજપીપળાના ટીડીઓફરાઝ પઠાણ, ગુજરાત હાઇકોર્ટના ડેપ્યુટી સેક્શન ઓફિસર ફૈઝ શેખ,ડેપ્યુટી સેક્શન ઓફિસર- ઉધોગ અને ખાણ વિભાગ-અમરીનબાનુ દિલાવરખાન પઠાણ , રેવન્યુ તલાટી -સાહિસ્તાબાનુ પઠાણ તથા ૨૦૧૯ની પોલીસ ભરતીમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર કોન્સ્ટેબલ મોઈન શેખ ખાસ હાજર રહ્યા હતા વાલી વાલેદાઓની તથા ભણતાં છાત્ર -છાત્રાઓની વિશાળ હાજરીમાં યોજાયેલ આ પ્રોગ્રામનો પ્રારંભ જાંબુચોરા મસ્જિદના મૌલાના અબ્દુલ ગફ્ફારના તિલાવતે કુરઆનથી થયો હતો આ પ્રસંગે પ્રાંતિજની જુદીજુદી જમાતના ધો-૧ થી કોલેજ કક્ષાના ૨૧૫ જેટલા તેજસ્વી તારલાઓને ઈનામો તથા સિલ્વર મેડલો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં આ પ્રસંગે ઉપસ્થિત ડેપ્યુટી સેક્શન ઓફિસર પઠાણ અમરીનબાનુએ બાળકોને દિલ દઈને ભણવા ઉપર ભાર મૂક્યો હતો
જયારે રાજપીપળાના તાલુકા વિકાસ અધિકારી ફરાઝ એમપઠાણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, બાળકો તમે તમારા શોખ અને રસ – રુચિ મુજબનું ભણો પણ તેમા તમે સર્વશ્રેષ્ઠ બનો તે જરૂરી છે બાળકોને દીની અને દુન્યવી શિક્ષણનો સમન્વય કરી જીવનનું ઘડતર કરવા અપીલ કરી હતી ગુજરાત હાઇકોર્ટેના ડેપ્યુટી સેક્શન ઓફિસર ફૈઝ શેખે પ્રાસંગિક પ્રવચન કરતા વાલીઓને જણવ્યું કે, ઈનામો મેળવનાર આ ભૂલકાઓમાથી કાલે કોઈ ડોક્ટર, એન્જિનિયર, ન્યાયાધિશ કે ઉચ્ચ સરકારી ઓફિસરો બનશે જે ગામ,સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષમા પોતાનું યોગદાન આપશેતો બાળકોના ઘડતર માટે માતા પિતા તેઓને પ્રોત્સાહન પુરૂં પાડે તે જરૂરી છે મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર કમિટીના મોં ઉમર મુન્શીએ પોતાનાં સંબોધનમાં દીની – દુન્યવી શિક્ષણ મેળવી સારા સંસ્કારશીલ નાગરિક બનવા હાંકલ કરી હતી પ્રારંભમાં સ્વાગત પ્રવચન કમિટી મેમ્બર ફૈજાન શેખે કર્યું હતું અંતમાં આભારવિધિ મેમ્બર મોંશફી લુહારે કરી હતી સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર કમિટીના સભ્યો ફરહાન આકોદરાવાલા,જમીલ મલેક, અલ્માસ કસ્બાતી,જુનેદ આકોદરાવાલ,કામીલખાન પઠાણ, ઈસ્માઈલ ચૌહાણ સહિત સમાજના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
