
પ્રાંતિજ રોડ કામને લઈ ને પાણીની લાઇનો તૂટી જતા રેલ્વેસ્ટેશન વિસ્તાર ના રહીશો પરેશાન
– ચાર દિવસ થી જોઇટ ના મારતા રહીશો પાણી માટે વલખા મારે છે
– રજુઆત બાદ પણ જોઇટ ના મારતા રહીશોએ જાતે જોઇટ માર્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા રોડ ના કામ ને લઈ ને પીવાના પાણીની પાઇપ લાઇનો ઠેર-ઠેર તૂટી જતા રહીશો પરેશાન પાલિકામા રજુઆત બાદપણ કોઇ ના સાભરતા આખરે જાતે જોઇટ મારવા રહીશો મજબૂર





પ્રાંતિજ ખાતે હાલ રોડનુ કામ ચાલી રહ્યુ છે અને રોડ કોન્ટ્રાક્ટર દ્રારા જેમફાવે તેમ ખોદકામ કરી દેતા રોડ વચ્ચોવચ થી નિકળતી પાણી ની લાઇનો ઠેર-ઠેર તૂટી જતા છેલ્લા ચાર દિવસ થી આ વિસ્તાર ના રહીશો પાણી માટે વલખા મારે છે તો બીજીબાજુ આ અંગે પ્રાંતિજ પાલિકા મા જાણ કરવા છતાંય પ્રાંતિજ પાલિકા આજકાલ-આજકાલ કરી દિવસો ખેચતા રહીશો દ્રારા જાતેજ પોતાના સહખર્ચે સામાન લાવી કારીગરો બોલાવી તથા જાતેજ જોઇટ માર્યા હતા તો નિયમિત વેરો ભરતા હોવાછતાંય પ્રાંતિજ પાલિકા દ્રારા પ્રાથમિક જરૂરિયાત એવી પાણી ની લાઇન જોઇટ ના મારતા આ વિસ્તાર રહીશોનો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો ત્યારે હજુપણ કેટલાય જોઇટ મારવાના બાકી છે ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા સત્વરે કામ હાથ ધરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા
