fbpx

કર્ણાટકના રાજ્યપાલે વિધાનસભાને સંબોધવાનો કેમ ઇનકાર કરી દીધો? શું તમિલનાડુ-કેરળ છે કારણ?

Spread the love

કર્ણાટકના રાજ્યપાલે વિધાનસભાને સંબોધવાનો કેમ ઇનકાર કરી દીધો? શું તમિલનાડુ-કેરળ છે કારણ?

દક્ષિણ ભારતમાં રાજ્યપાલો અને સરકારો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે કર્ણાટક સુધી પહોંચી ગયો છે. તમિલનાડુ અને કેરળ પછી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધવાનો ઇનકાર કરી દીધો છે. આ સંયુક્ત સત્ર 22 જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને પરંપરાગત રીતે રાજ્યપાલના સંબોધનથી તેની શરૂ થાય છે. રાજ્યપાલના આ પગલાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

Karnataka Governor

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા તેમના સંબોધનના ડ્રાફ્ટમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. જોકે, રાજ્યપાલના ઇનકાર પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. આ દરમિયાન, કર્ણાટક સરકારે પરિસ્થિતિને ઉકેલવા માટે રાજ્યપાલને મળવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લીધો છે.

કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન H.K. પાટીલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બુધવારે સાંજે લોક ભવન (રાજભવન) ખાતે રાજ્યપાલને મળશે. પ્રતિનિધિમંડળમાં એડવોકેટ જનરલ શશી કિરણ શેટ્ટી અને CMના કાનૂની સલાહકાર પોન્નાનો પણ સમાવેશ થાય છે. સરકાર વાતચીત દ્વારા ગતિરોધ તોડવા અને બંધારણીય પરંપરાઓ અનુસાર સત્ર શરૂ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

Karnataka Governor

કર્ણાટક વિધાનસભાનું આ સત્ર પહેલાથી જ ખૂબ જ તોફાની બનવાના સંકેતો બતાવી રહ્યું છે. શાસક કોંગ્રેસ અને વિપક્ષ BJP-JD(S) ગઠબંધન વચ્ચે અનેક મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચાઓ થવાની અપેક્ષા છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાને નાબૂદ કરવાનો અને તેના સ્થાને નવો ‘વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ)’ (VB-G RAMG) કાયદો લાવવાનો નિર્ણય છે.

કર્ણાટક સરકારે આ નવા કાયદાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને તેની સામે કાયદેસર રીતે લડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં BJPની આગેવાની હેઠળની NDA સરકાર સામે સત્ર દરમિયાન એક ઠરાવ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં મનરેગા નાબૂદ કરવાના નિર્ણયની નિંદા કરવામાં આવશે અને તેને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવશે. આ પગલું કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી ‘મનરેગા બચાવો’ અભિયાન સાથે પણ જોડાયેલું છે.

Karnataka Governor

રાજકીય વિશ્લેષકો કહે છે કે, કર્ણાટકમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચેનો આ સંઘર્ષ તમિલનાડુ અને કેરળમાં તાજેતરમાં બનેલી ઘટના જેવી જ છે, જ્યાં સંબોધનની ભાષા અને બંધારણીય ભૂમિકાને લઈને ગંભીર વિવાદો ઉભા થયેલા જોવા મળ્યા હતા. હવે બધાની નજર તેના પર છે કે, રાજ્યપાલ અને સરકાર વચ્ચેની વાતચીત ઉકેલ તરફ દોરી જશે કે આ બંધારણીય સંઘર્ષ વધુ ઊંડો ઉતરતો જશે.

error: Content is protected !!