fbpx

SDMની કારને ઓવરટેક કરતા યુવકને ડ્રાઇવર પાસે લાફો મરાવ્યો; પછી પોતે પણ હાથ સાફ કરી નાખ્યો

Spread the love

SDMની કારને ઓવરટેક કરતા યુવકને ડ્રાઇવર પાસે લાફો મરાવ્યો; પછી પોતે પણ હાથ સાફ કરી નાખ્યો

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં તૈનાત SDM રાકેશ કુમાર પાઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં SDM અને તેમના ડ્રાઇવર મૌની અમાવસ્યા મેળામાં આવેલા એક યુવા શ્રદ્ધાળુને રસ્તા પર થપ્પડ મારી રહ્યા છે. આ વાયરલ વીડિયોએ ચિત્રકૂટ મેળા માટે જિલ્લા વહીવટીતંત્રની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે. આ મામલે ચિત્રકૂટ ધામના વિભાગીય કમિશનર અજિત કુમારના પ્રકરણની તપાસ બાદ કાર્યવાહીની કરવાની વાત કહી છે.

SDM1

ભગવાન શ્રી રામની તપોભૂમિના રૂપમાં વિશ્વભરમાં પ્રખ્યાત તીર્થ ચિત્રકૂટમાં દર મહિને આયોજિત થનારા મેળામાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ચિત્રકૂટ પહોંચીને દેવ ગંગા મંદાકિનીમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ ભગવાન શ્રી કામતાનાથના દર્શન-પૂજન કરે છે. મેળાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે UP-MP વહીવટીતંત્ર દ્વારા મેળા વિસ્તારમાં મેજિસ્ટ્રેટ અને મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવે છે.

આ વર્ષે મૌની અમાવસ્યા હોવાને કારણે, ભક્તોની ભીડ અપેક્ષાઓ કરતા વધી ગઈ. મેળામાં મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત ચિત્રકૂટના SDM રાકેશ કુમાર પાઠક મુખ્યાલય પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન એક યુવકે SDMના વાહનને બાઈકથી ઓવરટેક કરી દીધું. જેથી ગુસ્સે ભરાઈને રાકેશ કુમાર પાથકે યુવાનના હાથ અને કાન જોડીને માફી માંગવા છતાં દયા ન બતાવી.

SDM અને તેમના ડ્રાઇવરે યુવાનને થપ્પડ મારી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ, પાઠકે સ્પષ્ટતા કરી કે તેણે તેને માર માર્યો નથી, પરંતુ માત્ર તેને સલાહ આપી છે. જો કે, પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તો, એક શ્રદ્ધાળુ સાથે વહીવટી અધિકારી દ્વારા ભક્તને માર મારવાને લઈને ચિત્રકૂટના સંતોમાં પણ આક્રોશ છે.

SDM2

કામદગિરી મુખ્ય દ્વાર મંદિરના મહંત ડૉ. મદન ગોપાલ દાસ મહારાજનું કહેવું છે કે, SDM દ્વારા તીર્થ યાત્રી સાથે મારામારી કરવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અધિકારીઓ મેળામાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે તૈનાત કરવામાં છે, મારામારી માટે નહીં. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પાસે આ મામલાની તપાસ કરાવવા અને દોષિત અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે ચિત્રકૂટ ધામ મંડળના કમિશનર અજિત કુમારે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે અને શ્રદ્ધાળુ સાથે ગેરવર્તણૂક કરનાર અધિકારી સામે કાર્યવાહીની વાત કહી છે.

error: Content is protected !!