fbpx

પૈસાના અભાવે ઘર છોડીને સ્ટેશનો પર રહ્યા, આજે 64000 કરોડની માલિક

Spread the love

પૈસાના અભાવે ઘર છોડીને સ્ટેશનો પર રહ્યા, આજે 64000 કરોડની માલિક

રાજસ્થાનના ભિલવાડાના સાવ ગરીબ પરિવારમાં જન્મેલા સત્યનારાયણ નુવાલની સક્સેસ સ્ટોરી અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ 10 ધોરણથી આગળ ભણી શકે તેમ નહોતા અને 19 વર્ષની ઉંમરે તેમને પરણાવી દેવાયા હતા.

‘આખું ગામ ખાલી થઈ જશે..’, જાણો કડીના ઇન્દ્રાડ ગામના લોકોએ ઉદ્યોગો ખસેડવાની માંગ કેમ કરી?

પરિવારને આર્થિક મદદ કરવા માટે સત્યનારાયણે ઘર છોડ્યું અને નાના મોટા ધંધા કરવાના શરૂ કર્યા. તેમની પાસે પૈસા નહોતો એટલે સ્ટેશનો પર રાતવાસો કરતા હતા.

તેમનું નસીબ ત્યારે પલટાયું જ્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તેમની મુલાકાત એક અબ્દુલ સત્તાર નામના વ્યકિત સાથે થઇ જેમની પાસે વિસ્ફોટનું લાયસન્સ અને દારુગોળાના ડેપો હતા.

સત્યનારાયણે ત્યાંથી શરૂઆત કરી અને આજે પોતાની સોલા ઇન્ડસ્ટ્રીઝ કંપની છે અને ડિફેન્સ સેક્ટરમાં મોટું નામ ધરાવે છે. તેમની કંપની પહેલી એવી ખાનગી કંપની છે જેને સરકાર પાસેથી ડિફેન્સ સોર્સીસ માટે વિસ્ફોટ  તૈયાર કરવાનું લાયસન્સ મળ્યું હોય. આજે તેમની પાસે 64000 કરોડની સંપત્તિ છે.

error: Content is protected !!