fbpx

વસંત ગજેરાના કૌભાંડની માહિતી પ્રવિણ ભૂતે PMને પહોંચાડી

Spread the love

વસંત ગજેરાના કૌભાંડની માહિતી પ્રવિણ ભૂતે PMને પહોંચાડી

આવકવેરા વિભાગે જે દરોડા પાડ્યા છે તેમાં વસંત ગજેરાની લક્ષ્મી ડાયમંડ તો છે જ પરંતુ પ્રવિણ અગ્રવાલ કે જેને પ્રવિણ ભૂત તરીકે ઓળખવામાં આવે છે તેને ત્યાં પણ તપાસ ચાલું છે. જાણવા મળેલી વિગત મુજબ પ્રવિણ અગ્રવાલ વસંત ગજેરાની કંપની શાંતિ રેસીડન્સ પ્રા.લી.માં 43 ટકાનો ભાગીદાર હતો.

વસંત ગજેરાએ સુરતમાં મીલેનિયમ- 2 અને મીલેનિયમ-4 ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો માર્કેટ રેટ કરતા ઉંચા ભાવે વેચી દીધી અને  મીલેનિયમ -2માં માત્ર 7 ટકા રકમ ચેકથી બતાવી બાકી બધી રોકડમાં એવી જ રીતે મીલેનિયમ- 4માં 16 ટકા રકમ ચેક અને બાકીની રોકડમાં. એ પછી પ્રવિણ અગ્રવાલની બોગસ સહી કરીને રાજીનામું લખી દીધું અને તેનો શેર 43 ટકાથી ઘટાડીને 4 ટકા કરી દીધો. પ્રવિણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચાડી હોવાનું કહેવાઇ રહ્યું છે.

error: Content is protected !!