fbpx

‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું…’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

Spread the love

‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

કાનપુર શહેરના પંકી સેક્ટર-2માં આવેલી HDFC બેંક શાખા એ સમયે અખાડો બની ગઈ, જ્યારે એક મહિલા કર્મચારીએ શિષ્ટાચારની બધી હદો પાર કરી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, બેંક કર્મચારી આસ્થા સિંહ એક મહિલા ગ્રાહક પર ગુસ્સે થતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, આસ્થા સિંહ ન માત્ર ગ્રાહકને ગાળો ભાંડી રહી છે, પરંતુ હિંસક થઈને તેના પર હુમલો કરવા માટે તેનું લેપટોપ પણ પાડી લે છે.

women

બેંકના અન્ય સહકર્મીઓએ તેને પકડીને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ગુસ્સો શાંત ન થયો. આ દરમિયાન તે ગ્રાહકને ધમકાવતી કહે છે- ‘તારા પતિને જઈને સમજાવ. હું ઠાકુર છું. મારી સાથે…’ જોકે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે, એક વ્યાવસાયિક સંસ્થામાં કામ કરતી હોવા છતા મહિલા કર્મચારીએ ખુલ્લેઆમ પોતાની જાતિનો ઉલ્લેખ કર્યો અને દબંગાઈ બતાવી. આસ્થા સિંહ વીડિયોમાં ગ્રાહકને ‘હું ઠાકુર છું’ કહીને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. એક પ્રતિષ્ઠિત બેંકની અંદર આવા જાતિ આધારિત ઘમંડ અને હિંસક વર્તન જોઈને ત્યાં હાજર લોકો દંગ રહી ગયા.

women

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકો બેંક મેનેજમેન્ટ અને કર્મચારીઓ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ફરિયાદ મળ્યા બાદ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!