fbpx

પ્રાંતિજ ના સોનાસણ ખાતે ભર બપોરે દરવાજો ખોલી ૩૩ તોલા સોનાના દાગીનાની ચોરી

Spread the love

પ્રાંતિજ ના સોનાસણ ખાતે ભર બપોરે દરવાજો ખોલી ૩૩ તોલા સોનાના દાગીનાની ચોરી
– પરિવાર લગ્ન પ્રસંગ મા ગયો ને ભેજાબાજ કલાકરી ગયો હોવાની આશંકા
– મકાન માલિક પરિવાર સાથે ધરે આવતા ચોરી થઈ હોવાનુ માલુમ પડયુ
– તિજોરીમા રહેલ સોનાના દાગીનાની ચોરી
– પ્રાંતિજ પોલીસ ને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળ પહોચી
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સોનાસણ ખાતે ભર બપોરે મકાનનુ તાળુ ખોલી ૩૩ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનુ માલુમ પડતા મકાન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરતા પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી


  મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સોનાસણ ભુરીવાસ ખાતે રહેતા સુનિલભાઈ વિષ્ણુભાઇ પટેલ કે જેવો પોતાના પરિવાર સાથે ૧૦|૨|૨૦૨૬ ને મંગળવાર ના રોજ ચંદ્રાલા ખાતે પટેલ સમાજ ની વાડીએ સમુહ લગ્ન મા ગયા હતા અને તેવાના પિતા પટેલ વિષ્ણુભાઇ અમૃતભાઈ ખેતરમા ગયા હતા

તે દરમ્યાન ૧૦થી ૧૨ ના સમયગાળા મા તેવાના મકાનની ચાવી દરવાજા પાસે મુકેલ હોય અને ચાવી દ્રારા મકાન ખોલી અજાવ્યા જાણ ભેદુ દ્રારા મકાન મા પ્રવેશ કરી મકાન મા રહેલ તિજોરી ખોલી તીજોરીમા રહેલ સોના ના દાગીના જેમા બે મંગળસૂત્ર , ર સોના ના દોરા , છ સોનાની બુટી , નવ સોનાની વિટી સહિત કુલ અંદાજે ૩૩ તોલા સોનાના દાગીના ની ચોરી કરી કોઇ અજાવ્યો જાણભેદુ જતા રહેતા પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને એક વાગ્યા ની આસપાસ ધરે આવતા પહેરેલ દાગીના કાઢી તિજોરી મા મુકવા જતા તીજોરીમા રહેલ સોના ના દાગીના મળી ના આવતા તિજોરી મા બરાબર તપાસ કર્યા બાદ પણ મળી ના આવતા બુમાબુમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા તો ચોરી થઈ હોવાનુ માલુમ પડતા મકાન માલિક સુનિલભાઈ વિષ્ણુભાઇ પટેલ દ્રારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!