fbpx

પ્રાંતિજ ખાતે ઓસ્ટ્રેલિયન સલાટ કોબીજ નું વાવેતર કરી ખેડૂતે અખતરો કર્યો

Spread the love

પ્રાંતિજ ખાતે ઓસ્ટ્રેલિયન સલાટ કોબીજ નું વાવેતર કરી ખેડૂતે અખતરો કર્યો
– ૬૦-૭૦ દિવસ મા તૈયાર થાય છે આ વેરાયટી
– ઓસ્ટ્રેલીયા થી એક પેકેટ બીયરણ મગાવ્યુ હતુ
– ૧૦૦ ગ્રામ પેકેટ ના ૫૬૦૦ રૂપિયા છે અને ૨૦૦૦ દાણા આવે છે
– હાલતો ખેડૂત દ્રારા આ વર્ષે માત્ર મિત્રો સંગાસંબધીઓને ખવડાવવા માટેજ ખેતરમા અખતરો કરવામા આવ્યો છે
– ખાવામા સ્વીટ અને સલાટ મા ઉપયોગ થાય છે
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં  શાકભાજી ની ખેતીમાં પ્રખ્યાત છે અને તેમા પણ પ્રાંતિજ નું  ફલાવર  ખુબજ વખણાય છે અને તેની માંગ પણ રહે છે ત્યારે વર્ષોથી પ્રાંતિજ ના ખેડૂતો ફલાવર ની ખેતી કરે છે અને જોડે કોબીજ નું પણ વાવેતર કરેછે ત્યારે પ્રાંતિજ એક મોટા ખેડૂતોએ આ વર્ષે ઓસ્ટ્રેલિયન કોબીજની ખેતીનો અખતરો કરવામાં આવ્યો


 પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકા માં શાકભાજી નું હબ છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજી માં મુખ્યત્વે ફલાવર-કોબીજ નું મોટા પ્રમાણમાં વાવેતર ખેતી કરવા આવે છે જયારે અન્ય શાકભાજી પણ વાવેતર થાય છે પણ શાકભાજી માં ફલાવર ની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજ નું ફલાવર ની માંગ પણ હોય છે જેમાં અમદાવાદ , સુરત  , વડોદરા  , મુંબઇ , પુના સહિત ના બજારો માં પુષ્કળ માગ છે ત્યારે પ્રાંતિજ માં ફલાવર પકવતા એક મોટા ખેડૂત કલ્પેશભાઇ પટેલ દ્વારા આ વર્ષ ઓસ્ટ્રેલિયન કોબીજ નું વાવેતર કયું છે અને આ ઓસ્ટ્રેલિયન કોબીજ મોટા ભાગે લગ્ન પ્રસંગોમાં અને મોટી નાની હોટલોમાં વપરાશ થતો હોય છે

ત્યારે બજારમાં ભાવ પણ ખુબજ મળતો તો આ ઓસ્ટ્રેલિયન કોબીજ ખાવાથી વિટામીન પણ થી ભરપુર હોય છે અને જેથી જ તે બજાર માં ભાવ મળે છે અને બજાર માં છુટકમા ૧૦૦ થી ૧૨૦ રૂપિયા માં પર પ્રીસ વેચાય છે ત્યારે પ્રાંતિજ માં ફલાવર ની ખેતી મોટા ખેડૂત માં  જેમણુ નામ મોખરે છે એ પટેલ કલ્પેશભાઇ એ પોતાના ખેતરોમાં આ વર્ષ માત્ર અખતરો કરવામાટે એક પાળીયા જેટલું વાવેતર કર્યું છે અને ૧૦૦ ગ્રામ પેકેટ ના ૫૬૦૦ રૂપિયા છે અને તે પેકેટ ઓસ્ટ્રેલિયા થી મગાવ્યુ હતુ અને આ ઓસ્ટ્રેલિયન કોબીજ ની વેરાયટી ૬૦ થી ૭૦ દિવસ મા ખેતર મા તૈયાર થઈ જાય છે ઓસ્ટ્રેલિયન કોબીજ ખાવા મા સ્વીટ અને સલાટ મા ઉપયોગ થાય છે ત્યારે હાલતો આ ખેડૂત કલ્પેશભાઇ પટેલ દ્રારા આ વખતે મિત્રો સંગાસંબધીઓને ખડવવા માટેજ ખેતર મા ઓસ્ટ્રેલિયન કોબીજ નો અખતરો કરવામા આવ્યો છે અને માંગ વધશે તો આવતા વર્ષે ખેડૂત દ્રારા ખેતી કરવામા આવશે તેવુ કલ્પેશભાઇ પટેલ દ્રારા જણાવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!