fbpx

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Spread the love

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય છે. આવા પડકારજનક વાતાવરણમાં કચ્છના મહેસૂલ વિભાગે એક અદ્ભુત કાર્ય કરી બતાવ્યું છે. 281 ગામોમાં આવેલા 910 તળાવોની આસપાસના 5600 એકરથી વધુ વિસ્તારનું વૈજ્ઞાનિક સર્વે અને સીમાંકન પૂર્ણ કરી તેને મહેસૂલી રેકોર્ડમાં ઔપચારિક રીતે નોંધી દીધું છે.

02

આ કાર્ય માત્ર કાગળ કલમનું નથી પરંતુ ભવિષ્યની પાણી સુરક્ષા માટેનું મહત્વનું પગલું છે. જીપીએસ આધારિત માપણી, ખુલ્લી જમીનોમાં અધિકારીઓની અવિરત મહેનત અને અતિક્રમણ સામે કડક રક્ષણ આ બધું મળીને તળાવોને તેમની અસલી સીમાહદમાં પાછા લાવ્યા છે. કચ્છ જેવા વિસ્તારમાં તળાવો ભૂગર્ભ જળના સંતુલનમાં 30% સુધી યોગદાન આપે છે. આ સર્વે એટલે કે આવનારા વર્ષોમાં વધુ સારું પાણી પુરવઠાની વ્યવસ્થા, વધુ સારી ખેતી અને વધુ સુરક્ષિત માનવ જીવન.

આ સફળતા ગુજરાત સરકારની ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ સાથે સીધી રીતે જોડાયેલી છે. રાજ્ય સરકારે પાણી સંરક્ષણ અને જળસ્ત્રોતોની જાળવણીને પ્રાથમિકતા આપી છે અને કચ્છનું આ અભિયાન તેનું જીવંત પ્રમાણ છે. સરકારરી વિભાગોની દીર્ઘદ્રષ્ટિ, નીતિઓનું સમયસર અમલીકરણ અને સ્થાનિક વહીવટની સમર્પિત કામગીરીએ આને સંભવ બનાવ્યું છે. આવા પ્રયાસો ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે પણ આદર્શરૂપ બની શકે છે.

03

કચ્છના કલેક્ટર અને મહેસૂલ ટીમને khabarchhe.com તરફથી હાર્દિક અભિનંદન! તમારી મહેનતથી ન માત્ર તળાવો સુરક્ષિત થયા પરંતુ આખા વિસ્તારનું ભવિષ્ય પણ વધુ લીલુંછમ થવાનું નિશ્ચિત થયુ છે. આ કાર્ય દર્શાવે છે કે જ્યાં ઈરાદો મક્કમ હોય ત્યાંવેરાન ધરતી પણ પાણીથી ભરપૂર થઈ શકે છે. આવા પગલાંઓથી જ ગુજરાત વધુ મજબૂત, વધુ સમૃદ્ધ અને વધુ સુખમય બનશે.

error: Content is protected !!