fbpx

પ્રાંતિજના નનાનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે લાયન્સ ક્લબ હિંમતનગર વાઇબ્રન્ટ ધ્વારા લાભાર્થીને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

Spread the love

 સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના નનાનપુર આયુષ્માન આરોગ્ય મંદિર,પ્રાઆકેન્દ્ર ફતેપુર ખાતે લાયન્સ ક્લબ હિંમતનગર વાઇબ્રન્ટના  કેબિનેટ ઓફિસર પ્રકાશભાઈ વૈધ,પ્રમુખ પ્રિયાંક પટેલ,મંત્રી જયંતીભાઈ શર્મા,ખજાનચી યોગેશભાઈ બેન્કર ધ્વારા વિસ્તારના ટીબી તથા ઓછા વજન ધરાવતા સગર્ભા બહેનો કુલ ૨૧ જેટલા  લાભાર્થીઓને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું

આ પ્રસંગે ફતેપુર પ્રાઆકેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રિયા પટેલ , સુપરવાઈઝર કીર્તિ પટેલ, કરિશ્માબેન પ્રજાપતિ, આરોગ્ય કાર્યકર તથા આશા બહેનો હાજર રહ્યા હતાનનાનપુર આરોગ્ય કેન્દ્ર ના શૈલેષ નાયી ધ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું લાભાર્થીઓને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્ટાફ ધ્વારા દાતા ઓનો આભાર વ્યક્ત કર્યો હતોઆરોગ્ય કાર્યકર કૌશલ પટેલ તથા નિકુલ દેસાઈ ધ્વારા ખડેપગે રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

લાયન્સ ક્લબ હિંમતનગર વાઇબ્રન્ટના પ્રકાશભાઈ વૈધ,પ્રિયંકભાઇ પટેલ,જયંતીભાઈ શર્મા તથા યોગેશભાઈ ધ્વારા આરોગ્ય વિભાગ સહિત ગામમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ નિદાન કેમ્પનું  આયોજન થાય તે માટે પણ તૈયારી બતાવી હતી તાલુકા હેલ્થ ઓફિસર ડો. પંકજ કટારા ધ્વારા આવા સુંદર કાર્યક્રમ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!