fbpx

ચા-કોફી પીધા બાદ વધારે સમયે બેસી રહેવાનુ મોંઘું પડશે, આ શહેરના રેસ્ટોરાં હવે ટેબલ ચાર્જ પણ વસૂલશે

Spread the love

ચા-કોફી પીધા બાદ વધારે સમયે બેસી રહેવાનુ મોંઘું પડશે, આ શહેરના રેસ્ટોરાં હવે ટેબલ ચાર્જ પણ વસૂલશે

જો તમે બેંગલુરુના કોઈ પણ રેસ્ટોરાંમાં ભોજન માટે ગયા હોવ અને ભોજન પૂરું થયા બાદ પણ ત્યાં બેસી રહો છો તો તે તમને મોંઘુ પડી શકે છે. લોકો ઘણીવાર કોફી કે ચા પીધ બાદ કલાકો સુધી ટેબલ પર બેસી રહે છે. તેઓ ત્યાં મિલકત (રિયલ એસ્ટેટ)ના ડીલ ફાઇનલ કરે છે અથવા રાજનીતિની લાંબી-લાંબી રાજકીય ચર્ચાઓ કરતા રહે છે. કોફી પૂરી થઈ જાય છે, પરંતુ ટેબલ છોડતા નથી. ગ્રાહકો બહાર રાહ જોતા રહે છે, અને પીક અવર્સ દરમિયાન જગ્યા બ્લોક થઈ જાય છે.

આનાથી પરેશાન થઈને, ગ્રેટર બેંગલુરુ હોટેલ ઓનર્સ એસોસિએશન (બેંગલુરુના હોટેલ માલિકોનું મોટું સંગઠન)એ તાજેતરમાં એક બેઠક કરી હતી. તેમણે આવા લોકો પર ટેબલ ચાર્જ લેવાનો નિર્ણય લીધો. એટલે કે જો કોઈ ભોજન પૂરું કર્યા બાદ લાંબા સમય સુધી ટેબલ પર રહે છે અને ખાનગી બાબતો (રિયલ એસ્ટેટ કે રાજકારણ) પર ચર્ચા કરવાનું ચાલુ રાખે છે, તો તેમને 500 થી 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

coffee2

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, કેંગરી વિસ્તારના એક હોટલ માલિકે કહ્યું કે, ‘3-4 લોકો આવે છે, માત્ર 2-3 કોફીનો ઓર્ડર આપે છે, અને મિલકતની ચર્ચા કરવામાં 45 મિનિટથી વધુ સમય વિતાવે છે. લોકો બહાર રાહ જુએ છે. આ રોજિંદી ઘટના બની ગઈ છે. તેમને કેટલી વાર કહેવાનું? તેઓ સ્થાનિક લોકો છે, ઝઘડો પણ નહીં કરી શકીએ.

એસોસિએશનના પ્રમુખ પી.સી. રાવે કહ્યું કે, ‘આ લોકો જગ્યા રોકે છે, માહોલ ખરાબ કરે છે અને પીક અવર્સ દરમિયાન ટેબલ બ્લોક કરે છે. જો આપણે આને ચાલુ રહેવા દઈશું, તો આપણે તેને પ્રોત્સાહન આપીશું. અમે ગ્રાહકો અને હોટેલ માલિકોના રક્ષણ માટે આ પગલાં લઈ રહ્યા છીએ.

coffee1

અહી સુધી કે હવે ઘણા કાફે અને રેસ્ટોરાં હવે સ્પષ્ટપણે લખેલા બોર્ડ લગાવી રહ્યા છે કે, ‘આ સ્થળ માત્ર ખાવા-પીવા માટે છે, રિયલ એસ્ટેટ કે રાજકારણની ચર્ચા કરવા માટે નહીં. કૃપયા સમજો અને સહકાર આપો.’ હાલમાં, આ માત્ર એક પ્રસ્તાવ છે. એવો કોઈ કાયદો નથી જે હોટલોને આવા દંડ લાદવાની મંજૂરી આપે. એટલે, અત્યાર સુધી સમગ્ર શહેરમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી. પરંતુ કેટલીક જગ્યાએ બોર્ડ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે, અને માલિકો કડક અમલ કરવાનું વિચારી રહ્યા છે.

બેંગલુરુમાં આ સમસ્યા એટલે વધુ છે કારણ કે જગ્યા મર્યાદિત છે, ગ્રાહકો વધુ છે, અને લોકો કાફેનો ઉપયોગ મીટિંગ રૂમ તરીકે કરે છે. એસોસિએશનનું કહેવું છે કે આનાથી વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે અને અન્ય ગ્રાહકોને અસુવિધા થઈ રહી છે. જો આ નિયમ લાગુ કરવામાં આવે તો, કોફી પર કલાકો સુધી ગપસપ કરવી વધુ ખર્ચાળ બની શકે છે!

error: Content is protected !!