fbpx

પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

Spread the love

પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

ભારતે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ T20 વર્લ્ડ કપ મેચ અગાઉ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. પરંતુ સૂર્યા બ્રિગેડે અલગ શૈલીમાં રમીને પાકિસ્તાનને હરાવ્યું. જીત બાદ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટપણે કહ્યું કે ટીમે  એવી જ રીતે ક્રિકેટ રમી છે, જે તે રમે છે અને જેવી રમવા માંગે છે.

સૂર્યાએ કહ્યું કે, ‘મને લાગે છે કે આ જીત ભારત માટે ખાસ છે. અમે અમારા બ્રાન્ડની ક્રિકેટ રમ્યા. આ વિકેટ પર પહેલા બેટિંગ કરવી શ્રેષ્ઠ વિકલ્પ હતો. તેણે સ્વીકાર્યું કે શરૂઆતમાં 0/1નો સ્કોર થયા બાદ કોઈ એક બેટ્સમેને જવાબદારી લેવાની હતી, અને ઇશાન કિશને તે જવાબદારી શાનદાર રીતે નિભાવી. ઉલ્લેખનીય છે કે ટોસ જીત્યા બાદ, પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું, જેન સૂર્યાની નજરમાં ખોટો નિર્ણય હતો.

suryakumar

કેપ્ટનના મતે, પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવી સરળ નહોતી કારણ કે ઝાકળ આવશે કે નહીં અથવા પ્રકાશમાં પીચ કેવી રીતે વર્તશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. સૂર્યકુમારે બોલરોની પણ પ્રશંસા કરતા કહ્યું કે બધાએ સાથે મળીને યોગદાન આપ્યું. તેણે એમ પણ કહ્યું કે ટીમ હવે અમદાવાદ જશે અને આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્લેયર ઓફ ધ મેચ ઇશાન કિશને કહ્યું કે, ‘શરૂઆતમાં વિકેટ સરળ નહોતી. તમારે તમારી તાકાત પર વિશ્વાસ રાખવાનો હોય છે. હું ઈચ્છતો હતો કે, બોલરોને મારી બાજુ વધુ દોડાવું. મેં ઓફ-સાઇડ રમત પર સખત મહેનત કરી છે.’

suryakumar

ઇશાને કહ્યું કે તેના મનમાં 160-170 રનનો લક્ષ્યાંક હતો, જે આ પીચ પર સારો સ્કોર સાબિત થઈ શકતો હતો. તેણે સ્વીકાર્યું કે ભારત-પાકિસ્તાન મેચ હંમેશા ખાસ હોય છે અને આ જીત ટીમના આત્મવિશ્વાસને વધુ વધારશે. હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ સ્વીકાર્યું કે તેની સ્પિન બોલિંગ અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકી. અમારા સ્પિનરોનો દિવસ સારો ન રહ્યો. તેમણે છેલ્લા છ મહિનામાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આજે અભાવ રહ્યો.

તેણે સ્વીકાર્યું કે પાવરપ્લેમાં વધુ વિકેટ ગુમાવવી ટીમ માટે નુકસાનકારક હતી. આગાના મતે, પહેલી ઇનિંગમાં પીચ ધીમી હતી અને બોલ ધીમે-ધીમે આવી રહ્યો હતો, જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બની ગઈ. આ મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાન સામે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, પાકિસ્તાન માત્ર 114 રન જ બનાવી શક્યું.

error: Content is protected !!