fbpx

17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

Spread the love

17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

2026નું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. 17 ફેબ્રુઆરીએ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં સૂર્યગ્રહણ થશે. આ એક રિંગ સૂર્યગ્રહણ હશે. સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્યનો આકાર ચમકતી બંગડી જેવો દેખાશે. ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, ‘આ સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યના લગભગ 96 ટકા ભાગને આવરી શકે છે. આ સૂર્યગ્રહણ અંગે લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે, જેમ કે: સૂર્યગ્રહણ કયા સમયે થશે? શું ભારતમાં દેખાશે કે નહીં? તેનો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં? આજે, અમે તમને આગામી સૂર્યગ્રહણ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપીશું, જેને લઈને લોકો મૂંઝવણમાં છે.

સૂર્યગ્રહણ કયા સમયે થશે?

ભારતીય સમય અનુસાર, સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી મંગળવારના રોજ બપોરે 3:26 થી 7:57 વાગ્યા સુધી થશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક અને 31 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ સાંજે 5:13 થી 6:11 વાગ્યાની વચ્ચે થશે.

શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે?

આ એક વલયાકાર સૂર્યગ્રહણ છે અને ભારતમાં નહીં દેખાય. તે માત્ર ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, તાંઝાનિયા, નામિબિયા, મોરેશિયસ, બોત્સ્વાના, મોઝામ્બિક, આર્જેન્ટિના અને ચિલી સહિત દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં જ દેખાશે.

Ring of Fire

શું સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો માન્ય રહેશે કે નહીં?

સૂર્યગ્રહણના 12 કલાક અગાઉ સૂતક શરૂ થાય છે. જો કે, 17 ફેબ્રુઆરીએ થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. એટલે, તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.

સૂર્યગ્રહણનો કેવો નજારો હશે?

17 ફેબ્રુઆરીએ વલયાકાર અથવા રિંગ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની બરાબર વચ્ચે આવે છે. આ દરમિયાન, સૂર્ય પૃથ્વીના કેટલાક ભાગોમાંથી એક તેજસ્વી રિંગ જેવો દેખાય છે. આને રિંગ ઓફ ફાયર’ કહેવામાં આવે છે.

સૂર્યગ્રહણના કેટલા પ્રકાર છે?

સૂર્યગ્રહણના 3 મુખ્ય પ્રકાર છે. પ્રથમ- પૂર્ણ સૂર્યગ્રહણ, જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે. બીજું- આંશિક સૂર્યગ્રહણ, જેમાં ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગને ઢાંકી દે છે. અને ત્રીજું- વલયાકાર સૂર્યગ્રહણ, જેમાં ચંદ્ર મધ્યમાં નાનો દેખાય છે, અને સૂર્ય તેની પાછળ કિનારીઓ પર ચમકતા બંગડી અથવા વીંટી જેવો દેખાય છે.

Ring of Fire

સૂર્યગ્રહણ દરમિયાન આ ભૂલો ન કરો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ દરમિયાન પૂજા-પાઠ પ્રતિબંધિત છે. આ દરમિયાન, દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવી જોઈએ. કોઈપણ શુભ કે માંગલિક કાર્ય પણ ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન ખોરાક રાંધવા કે ખાવાનું પણ ટાળવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોએ આ સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ.

જો સૂર્યગ્રહણ અશુભ હોય તો શું કરવું?

જો સૂર્યગ્રહણ અશુભ હોય, તો ગ્રહણ દરમિયાન સૂર્ય દેવ અથવા ભગવાન શિવને સમર્પિત મંત્રો જાપ કરો. તમે ગુરુ મંત્ર અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકો છો. આ પણ ફાયદાકારક રહેશે.

સૂર્ય ગ્રહણ પછી શું કરવું?

સૂર્ય ગ્રહણ બાદ જરૂર સ્નાન કરવું જોઈએ. આનાથી ગ્રહણની નકારાત્મક અસરોથી છુટકારો મળે છે. ત્યારબાદ, ઘરમાં ગંગા જળ છાંટો. ઘરના મંદિરમાં મૂર્તિઓને શુદ્ધ પાણીથી સ્નાન કરાવો અને તેમને ફરીથી સ્થાપિત કરો. ગ્રહણ બાદ દાન પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે.

Ring of Fire

સૂર્ય ગ્રહણ બાદ શું દાન કરવું?

ગ્રહણ દરમિયાન અથવા પછી કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને ખોરાક, કપડાં અને પૈસાનું દાન કરી શકો છો. ગ્રહણ બાદ સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. આ દરમિયાન તમે ઘઉં, ચોખા, કઠોળ, ગોળ, કાળા તલ અને પીળા ફળોનું દાન કરી શકો છો.

સૂર્યગ્રહણ દરમિયાન આ મંત્રોનો જાપ કરો

સૂર્ય બીજ મંત્ર- ઓમ હાં હ્રીં હ્રોં સઃ સૂર્યાય નમઃ

સૂર્ય મૂલ મંત્ર- ઓમ ધૃણી સૂર્યાય નમઃ અથવા ઓમ હ્રીં ધૃણી સૂર્ય આદિત્યહ શ્રીમ’

સૂર્ય ગાયત્રી મંત્ર- ઓમ આદિત્ય વિદ્મહે દિવાકારાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત્

ગ્રહણ સંરક્ષણ મંત્ર- યોસૌ શુલધરો રુદ્રાશશદકરૌ વૃષવાહનઃ. સૂર્યોપરાગજનમ દોષો વિનાયતુ સર્વદા.

ગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતા

હિંદુ માન્યતાઓ અનુસાર, સૂર્ય અને ચંદ્રગ્રહણનો સંબંધ  રાહુ અને કેતુ સાથે માનવમાં આવે છે, જેને પાપ અથવા છાયા ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતના કળશને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે વિવાદ થયો હતો. ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને અમ્રુત દેવતાઓને વહેંચવાની શરૂઆત કરી. ત્યારે સ્વર્ભાનું નામનો અસુર એ સમજી ગયો અને ચૂપચાપ દેવતાઓની હરોળમાં બેસી ગયો. તેને અમૃતપાન પણ કરી લીધું.

સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો અને વિષ્ણુને સત્ય કહ્યું. ત્યારબાદ વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું શરીરથી અલગ કરી દીધું. જોકે, અમૃતપાનને કારણે તેનું મૃત્યુ થઈ શક્યું નહીં. તેના બદલે, તેનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું અને તે રાહુ અને કેતુ તરીકે ઓળખાયા. એવું કહેવાય છે કે આ બંને સમય-સમય પર સૂર્ય અને ચંદ્રને ગળીને ગ્રહણ ઉત્પન્ન કરે છે.

error: Content is protected !!