fbpx

પ્રાંતિજ ખાતે ભારે વાહનો ઉપર પ્રતિબંધ માત્ર કાગળો ઉપર જ

Spread the love

પ્રાંતિજ ખાતે ભારે વાહનો ઉપર પ્રતિબંધ માત્ર કાગળો ઉપર જ

– દિવસ-રાત્ર બેરોકટોક રેતી કંપચી ભરેલ ટર્બાઓ દોડે છે 

– સ્કુલ સંચાલકો દ્રારા અનેકવાર રજુઆતો બાદ પણ જેસેથેની સ્થિતિ 

– દિવસ-રાત્ર દર દશ મીનીટે રેતી ભરેલ ઓવરલોડ ટર્બાઓ ફુલફાસ્ટ દોડે છે 

– કોઇ અનિચ્છનીય બનાવ બાદ તંત્ર જાગેતો નવાઈ નહી 

       

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારે વાહનો ઉપર પ્રતિબંધ માત્ર કાગળો પુરતોજ હોય તેવુ પ્રાંતિજ ખાતે સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને દિવસ-રાત્ર બે રોકટોક રેતી- કંપચી ભરેલ ઓવરલોડ વાહનો રોડ ઉપર થી દર દશ મીનીટે પ્રસાર થાય છે ત્યારે જવાબદાર તંત્ર માત્ર જાહેર નામુ પ્રસિદ્ધ કરી ગૌર નિંદ્રા મા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે 

   પ્રાંતિજ ખાતે રોડ કામ ને લઈ ને તંત્ર દ્રારા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવા છતાંય દિવસ-રાત્ર રેતી-કંપચી ભરેલ ઓવરલોડ ટર્બાઓ દર દશ મીનીટે પ્રાંતિજ રેલ્વેસ્ટેશન થી ત્રણ રસ્તા સુધી આડેધડ દોડી રહ્યા છે ત્યારે આ ઓવરલોડ રેતી-કંપચી ભરેલ ટર્બાઓ ને લઈ ને પ્રાંતિજ શહેર મા અનેક વાર અકસ્માતો સર્જાયા છે અને લોકો ના હાડકા સહિત જીવ ખોવાનો વારો આવ્યો છે તો આ રોડ ઉપર અનેક સ્કુલ-કોલેજો સહિત મોટા ભાગની કચેરીઓ પણ આજ રોડ ઉપર આવેલ હોય અને બીજી બાજુ રોડ નુ કામ ચાલુ હોય રોડ કોન્ટ્રાક્ટર દ્રારા એક બાજુ કામ પૂર્ણ કર્યા વગર બાજુના રોડ મા ખોદકામ સહિત નુ કામ ચાલુ કરી દેતા ટ્રાફિક ની પણ સમસ્યાઓ ઉભી થાય છે અને સોસાયટી ના લોકો કે પ્રાંતિજ વાસીઓ સવારે રોડ ઉપર થી પ્રસાર થાય છે પણ રાત્રીના પરત ધરે આવે તો ખોદકામ થયેલ હોય છે ત્યારે રોડ કોન્ટ્રાક્ટર દ્રારા એક બાજુ નો સંપુણ દોડ પુરો કર્યા વગર બીજા રોડ નુ કામ હાથ લેતા અનેક વાહન ચાલકો સહિત સોસાયટીઓ ના લોકો તથા રોજીદુ અવરજવર કરતા લોકો ને મુશ્કેલીઓ પડી રહી છે તો હાલતો જાહેર નામુ બહાર પાડયુ છતાંય દિવસ-રાત્ર રેતી કંપચી ભરેલ ટર્બાઓ બે રોકટોક દોડી રહ્યા છે ત્યારે કોઇ નો જીવ ગયા બાદ તંત્ર જાગશે કે પછી કોઇ મોટી જાન હાની થાય તેની રાહ જોવાશે અને કોઇ ધટના ધટયાબાદ બાદ એકસન લેવામા આવશે એ તો હવે જોવુ રહ્યુ 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!