પ્રાંતિજ રાંદલ મહાકાળી મંદિરનો નવ મો પાટોત્સવ યોજાયો
– માઇ ભકતો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન ખાતે આવેલ રાંદલ મહાકાલી મંદિર ખાતે નવ મો પાટોત્સવ યોજાયો








પ્રાંતિજ ખાતે તા ૨૦|૨|૨૦૨૬ ને શુકવાર ના રોજ રાંદલ મહાકાળી મંદિર ખાતે મહાકાલી માતા , રાંદલ માતા , સંતોષી માતા , ગાયત્રી માતા , ગણપતિ દાદા , ભૈરવ દાદાનો નવ મો પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં યજમાન તરીકે રાઠોડ દશરથસિંહ પ્રભાતસિંહ , પરીખ કોકિલાબેન કુષ્ણકાંત , ભાવસાર વિરલકુમાર ધર્મેન્દ્રભાઇ , પટેલ ચેતનકુમાર સુરેશભાઇ , વ્યાસ દિપકુમાર હરિકૃષ્ણ , રાઠોડ રંગુસિંહ તેજસિંહ , રાવલ હર્ષકુમાર મુકેશકુમાર દ્રારા ધર્મ લાભ લીધો હતો તો યજ્ઞ ના આચાર્ય દ્રારા શાસ્ત્રોક્ત વિધિથી પુજા અર્ચના કરવામા આવતા આખુંય વાતાવરણ ભક્તિ મય બની ગયુ હતુ તો આ યજ્ઞનું સમગ્ર આયોજન રાંદલ મહાકાળી માઈ મંડળના પ્રમુખ અમરીશ ભાઈ સોની તથા ટીમ દ્વારા સુદર આયોજન કરવામાં આવ્યું હતું
જીલ રાવલ સાબરકાંઠા
