fbpx

પ્રાંતિજ ના નાલંદા વિધાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

Spread the love

પ્રાંતિજ ના નાલંદા વિધાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો
– નાલંદા વિધાલય ના બાળકો દ્રારા ૫૫ કૃતિઓ પ્રદર્શિત કરવામા આવી
– ધોરણ-૬ થી ૯ ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો
– બાળકોએ બનાવેલ કૃતિઓ જોઈને વાલીઓ મા પણ ખુશી જોવા મળી
               

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નાલંદા વિધાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમા ૬થી૯ ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને ૫૫ કૃતિઓ પ્રદર્શિત કરવામા આવી હતી


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ નાલંદા વિધાલય ખાતે ધોરણ-૬ થી ૯ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્રારા વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમા વિધાર્થીઓએ દ્રારા ઉત્સાહ પૂર્વક વિજ્ઞાન મેળા મા ભાગ લઈ ને વિવિધ કૃતિઓ બનાવી હતી જેમા સોલર પાવર , ચંદ્રયાન , સ્થિત વિધૃત , શ્રેત્રફળ અને દબાણ , પાણી અને પેટ્રોલ કૃતિઓ પ્રદર્શિત કરવામા આવી હતી તો નાલંદા વિધાલય દ્રારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો આ પ્રદર્શિત થયેલ કૃતિઓ નિહારવા માટે માતા-પિતા દાદા-દાદી સહિત સંગાસંબધીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે શાળા સંચાલક કેતનભાઇ પટેલ , શાળાના આચાર્ય કમલેશભાઇ પટેલ , વિજ્ઞાન શિક્ષક બ્રિજેશભાઇ મોદી સહિત શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યૉ હતો તો વિધાલય ના શિક્ષકો દ્રારા ખુબજ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો નાલંદા વિધાલય ખાતે ૧થી ૧૦ મા અભ્યાસ કરતા બાળકો ના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત  રહ્યા અને પોતાના બાળકોએ બનાવેલ કૃતિઓ જોઈ ને વાલીઓમા ખુશી જોવા મળી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!