
ગુજરાત સરકારે 24 મે 2025ના દિવસે રત્નકલાકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી જેમાં સરકારે કહ્યુ હતું કે રત્નકલાકારોના બાળકોની મહત્તમ 13500 રૂપિયા ફી સરકાર સીધી સ્કુલમાં જમા કરાવશે.
આ પેટે કુલ 76000 રત્નકલાકારોએ ફોર્મ ભર્યા હતા પણ 26000 ફોર્મ રદ થયા હતા. આમાંથી 12000 રત્નકલાકારોએ એક સાથે RTI કરીને 3 મુદ્દાની વિગત માંગી હતી. ફોર્મ કયા અધિકારીએ ચેક કર્યા, ફોર્મ કયા કારણોસર રદ થયા અને ડાયમંડ એસોસિયેશનના ભલામણ પત્રની કોપી માંગવામાં આવી હતી.
તંત્રએ 12000 રત્નકલાકારોને એક સરખો જવાબ આપીને કહ્યુ કે, ઓફીસ આવીને જોઇ જાઓ.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, અમે સરકારને વિનંતી કરી છે કે બધા રત્નકલાકારોના ફોર્મ મંજૂર કરવામાં આવે.
