fbpx

ઇઝરાયલ-US અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભારત માટે કેમ ઝટકા સમાન છે, જનતા પર શું અસર થશે?

Spread the love

ઇઝરાયલ-US અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભારત માટે કેમ ઝટકા સમાન છે, જનતા પર શું અસર થશે?

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે હવાઈ અને સમુદ્ર બંને રીતે ઈરાન પર હુમલો કર્યો છે. US અને ઇઝરાયલે રાષ્ટ્રપતિ મહેલ, ગુપ્તચર એજન્સીઓ અને લશ્કરી સ્થળ સહિત 30 લક્ષ્યો પર હુમલો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્તિ બનવા દઈશું નહીં. આ દરમિયાન, ઈરાને પણ ઈઝરાયલ પર હુમલો કર્યો છે. આ હુમલો ધીમે ધીમે એક ભયંકર યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે તણાવ પેદા કરી શકે છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ આયાત અંગે આનાથી ખુબ મોટા પડકારો ઉભા થઈ શકે છે.

Israel-Iran-War

આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થઇ શકે છે અને સપ્લાય ચેઇનને પણ અવરોધ ઉભો થઇ શકે છે, કારણ કે વિશ્વના 40 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. આ વિશ્વનો સૌથી વ્યસ્ત તેલ માર્ગ છે અને તે ઈરાનના નિયંત્રણ હેઠળ આવે છે. ભારત અને ચીન સહિત મોટાભાગના દેશો આ માર્ગ દ્વારા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આ માર્ગ ગલ્ફ ક્રૂડ ઓઇલ નિકાસકારોને વૈશ્વિક બજારો સાથે જોડે છે.

Israel-Iran-War

જો ઈરાન તેને બંધ કરે છે, તો વિશ્વના મોટા ભાગના ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વિક્ષેપ પડી શકે છે, જેની વૈશ્વિક અર્થતંત્ર પર ઊંડી અસર પડી શકે છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવ વધતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને અસર થઇ શકે છે, જેનાથી ફુગાવો વધી શકે છે. ચાલો જોઈએ કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કેવી રીતે મુશ્કેલી ઉભી કરી શકે છે.

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, કોમોડિટી ટ્રેકિંગ ફર્મ કેપ્લરના ડેટા દર્શાવે છે કે, કુલ તેલ આયાત માટે હોર્મુઝ ચોકપોઇન્ટ પર ભારતની નિર્ભરતા 50 ટકા સુધી વધી ગઈ છે, અને તાજેતરના મહિનાઓમાં આમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતે આ વર્ષે 24 ફેબ્રુઆરી સુધીમાં ગલ્ફ દેશોમાંથી આશરે 2.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ (MBPD) તેલ આયાત કર્યું હતું, જે ગલ્ફ દેશોમાંથી પુરવઠાની નોંધપાત્ર માત્રા દર્શાવે છે.

Israel-Iran-War

નિષ્ણાતોના મતે, હોર્મુઝ સ્ટ્રેટ સૌથી સંવેદનશીલ ચોકપોઇન્ટ છે. વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ આ સાંકડા કોરિડોરમાંથી પસાર થાય છે. ક્રૂડ ઓઇલ મુખ્યત્વે ગલ્ફ ઉત્પાદક દેશો સાઉદી અરેબિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને કતારમાંથી આવે છે, અને આ તેલનો લગભગ 40 ટકા હિસ્સો ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મુખ્ય એશિયન બજારોમાં જાય છે.

Israel-Iran-War

US સ્થિત એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) અનુસાર, 2024માં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો 69 ટકા હિસ્સો આ માર્ગ દ્વારા આવશે. અહેવાલો સૂચવે છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારના વિક્ષેપને કારણે તેલ પુરવઠામાં ઘટાડો થશે, નૂર અને વીમા ખર્ચમાં વધારો થશે. આનાથી ભારતનો તેલ આયાત ખર્ચ પણ વધી શકે છે. નિષ્ણાતો કહે છે કે, ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના આશરે 85-90 ટકા આયાત કરે છે. તેથી, આવામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ભારત માટે ખર્ચમાં વધારો કરી શકે છે.

Israel-Iran-War

વેબસાઇટ વિઝ્યુઅલ કેપિટાલિસ્ટ અનુસાર, ભારતે વર્ષોથી તેના તેલ પુરવઠામાં વૈવિધ્યતા લાવી છે. ભારત હવે રશિયા, ઇરાક, સાઉદી અરેબિયા, UAE, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ અને મધ્ય અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કુવૈત, બાકીના મધ્ય પૂર્વ, મેક્સિકો, યુરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા પેસિફિક અને કેનેડાથી તેનું તેલ આયાત કરે છે.

error: Content is protected !!