fbpx

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

Spread the love

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ સરક્યુલેશન 40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હોવાનું કહેવાયું છે જે ગયા વષની સરખામણીએ 11.10 ટકા વધારે છે.

ડિજિટલ ટ્રાન્ઝેકશનના લાખ પ્રયાસો છતા લોકો હજુ રોકડ વહેવારોને જ પસંદ કરી રહી છે એ વાત આ રિપોર્ટ પરથી સામે આવી છે.

40 લાખ કરોડ મની સરક્યુલેશનમાંથી 97.6 લાખ કરોડ રૂપિયા લોકોના ઘરોમાં, ખિસ્સાઓમાં થવા રસોડાના ડબ્બાઓમાં પડ્યા છે. જો કે UPI ટ્રાન્ઝેકશન પણ દર મહિને 28.3 લાખ કરોડને પાર કરી રહ્યું છે.

આવું થવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે, જુલાઇ 2025માં કર્ણાટકમાં 11000 જેટલા નાના વેપારીઓ જેઓ UPI ટ્રાન્ઝેકશન સ્વીકરતા હતા તેમને GSTની નોટિસ મળી હતી. ત્યારથી ઘણા લોકોએ UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરીને રોકડ લેવાનું શરૂ કર્યું છે.

error: Content is protected !!