fbpx

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી… તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

Spread the love

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. મોટો પ્રશ્ન એ છે કે, નીતિશ કુમારના ગયા પછી બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યભાર સંભાળશે?

JDUના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારે રાજ્યસભા બેઠક માટે પોતાનું નામાંકન તૈયાર કરી લીધું છે. પાર્ટીએ નીતિશના નામાંકન માટે તમામ દસ્તાવેજો તૈયાર કરી લીધા છે, અને તેઓ આજે પોતાનું નામાંકન દાખલ કરશે. એવા પણ સમાચાર છે કે નીતિશ કુમાર 16 માર્ચ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. તેઓ 16 માર્ચે રાજ્યસભાની ચૂંટણીઓ થાય ત્યાં સુધી બિહારના મુખ્યમંત્રી રહેશે.

nitish-kumar2

2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે પોતાનો દબદબો કાયમ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારની JDU 85 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-RV), જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLMએ પણ NDA ગઠબંધનમાં ફાળો આપ્યો હતો.

નીતિશ કુમાર પછી બિહારના મુખ્યમંત્રી કોણ બનશે?

એવામાં સ્પષ્ટ છે કે, બિહારની સત્તામાં ભાજપનો દબદબો સર્વોપરી છે. આ જ કારણ છે કે નીતિશ કુમાર બાદ ભાજપ રાજ્યની બાગડોર સંભાળી શકે છે. જો આવું થાય તો તે બિહારના ઇતિહાસમાં એક મોટો વળાંક હશે, કારણ કે લાંબા સમય બાદ કોઈ ભાજપ નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજશે.

nitish-kumar

સૂત્રો અનુસાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને પણ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી મળવાની છે. તેમને બિહારના નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ભારતીય બંધારણ કહે છે કે, કોઈ પણ વ્યક્તિ એક સાથે સંસદના બે ગૃહોના સભ્ય નહીં રહી શકે. નીતિશ કુમાર હાલમાં બિહાર વિધાનસભાના સભ્ય અને રાજ્યના મુખ્યમંત્રી છે. જો તેઓ રાજ્યસભામાં ચૂંટાય છે, તો તેમણે બિહાર વિધાનસભાનું સભ્યપદ છોડીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે.

જો મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે છે, તો ટેક્નિકલી રૂપે સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું માનવામાં આવે છે. એટલે, પદ એકવાર ખાલી થઈ ગયા બાદ સત્તાધારી ગઠબંધન (NDA)એ પોતાના નવા નેતાને ફરીથી ચૂંટવા પડશે. હવે આ નેતા ભાજપ પણ હોય શકે છે અને JDUમાંથી પણ હોઈ શકે છે.

error: Content is protected !!