fbpx

મોરબીનો આ દારૂડિયો શિક્ષક વિદ્યાર્થીઓને શું ભણાવશે? ક્લાસ રૂમમાં જ મળી બોટલ, નફ્ફટ કહે છે- હું તો દારૂ પીવાનો જ છું…

Spread the love

મોરબીનો આ દારૂડિયો શિક્ષક વિદ્યાર્થીઓને શું ભણાવશે? ક્લાસ રૂમમાં જ મળી બોટલ, નફ્ફટ કહે છે- હું તો દારૂ પીવાનો જ છું...

મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને નશાની હાલતમાં ભણાવતો ઝડપાયો છે. શિક્ષક રાજુ પરમાર ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. આ ઘટનામાં ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી.

ZeeNewsના અહેવાલ અનુસાર, આ વાતની જાણ થતા ગામના નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ અને મહિલા સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાને થઈ હતી, જેથી તેઓ તાત્કાલિક નિશાળે પહોંચ્યા હતા અને ત્યારે શાળાના ક્લાસરૂમમાં શિક્ષક રાજુ પરમાર હાજર નહોતો. ત્યારબાદ ક્લાસરૂમની અંદર ચેક કરવામાં આવતા સ્થળ ઉપરથી પ્લાસ્ટિકની બેગમાંથી દારૂની અડધી ભરેલી બોટલ તથા પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરેલું મળી આવ્યું હતું.

teacher3

અનિલભાઈ અને નિતેશભાઈએ શિક્ષકને શોધવા માટે થઈને શાળામાં જૂદા-જૂદા રૂમમાં તપાસ કરી હતી. ત્યારે ઓફિસમાંથી રાજુ પરમાર મળી આવ્યો હતો. તે નશાની હાલતમાં હતો અને શિક્ષક શાળાની અંદર નશો કરીને વિદ્યાર્થીઓને ભણાવતો હોવાની ઘટના સામે આવી હોવાથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં સરકારી શાળાના શિક્ષક રાજુભાઈ પરમાર સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આંદરણા ગામમાં આવેલી સરકારી શાળાના શિક્ષક શાળાની અંદર દારૂનો નશો કરીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાથી ગ્રામજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે અને આવા શિક્ષકની સામે કડકમાં કડક કાર્યવાહી શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા કરવામાં આવે અને સારા શિક્ષકોને ગામની સરકારી શાળામાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

teacher2

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, આંદરણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ જણાવ્યું હતું કે, ‘શિક્ષક રાજુ શાળામાં દારૂની બોટલ સાથે આવ્યો હતો. શિક્ષક અવારનવાર નશો કરીને શાળાએ આવે છે.’ સાથે જ નશાની હાલતમાં શિક્ષક દ્વારા નિર્દોષ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

શિક્ષકની નિર્લજ્જતાની હદ ત્યારે વટાવી ગઈ જ્યારે તમણે વિદ્યાર્થીઓ સામે પડકાર ફેંક્યો હતો. આરોપ છે કે શિક્ષકે વિદ્યાર્થીઓને ધમકાવતા કહ્યું હતું કે, ‘કોઈપણ અધિકારી તપાસમાં આવે, હું તો દારૂ પીવાનો જ છું.’ એક આદર્શ ગણાતા શિક્ષકના આવા નિવેદનથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલો કરી રહ્યા છે કે આવા શિક્ષકો પાસેથી શું અપેક્ષા રખાય? જેથી દારુડિયા શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. મોરબી તાલુકા પોલીસે શિક્ષક રાજુ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!