fbpx

શું હવે સૂર્યકુમાર યાદવ T20માંથી નિવૃત્તિ લેશે? જણાવ્યો ભવિષ્યનો પ્લાન

Spread the love

શું હવે સૂર્યકુમાર યાદવ T20માંથી નિવૃત્તિ લેશે? જણાવ્યો ભવિષ્યનો પ્લાન

કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ હવે એ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જેમણે ભારતને ICC ટૂર્નામેન્ટ જીતાડી છે. સૂર્યાની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું અને અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી. જોકે, ટૂર્નામેન્ટની શરૂઆતથી જ અટકળો ચાલી રહી હતી કે 35 વર્ષીય ખેલાડી ટૂર્નામેન્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. હવે, તેણે પોતે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે.

surya

નિવૃત્તિ અંગે સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન

T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ જીત્યા બાદ, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિ અંગેના પ્રશ્નોના મજાકિયા અંદાજમાં જવાબ આપ્યા. મેચ બાદ તરત થયેલી પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીર સાથે સૂર્યકુમાર હાજર રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે બધું આટલું સારું ચાલી રહ્યું છે, તો નિવૃત્તિ વિશે વિચારવાની શું જરૂર છે?’ એટલે કે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે ક્યાંય જઈ રહ્યો નથી અને હજુ પણ ઘણી ક્રિકેટ બાકી છે.

સૂર્યકુમાર યાદવે જણાવ્યો પોતાનો આગામી ટારગેટ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાની ભવિષ્યની યોજનાઓ પર પણ ચર્ચા કરી. તેણે જણાવ્યું કે હવે તેની નજરો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે. સાથે જ તેની નજર 2028ના T20 વર્લ્ડ કપ ઉપર પણ છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે, સૂર્યા ઓછામાં ઓછા 2 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માંગે છે, કારણ કે T20 વર્લ્ડ કપની આગામી એડિશન 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાશે.

surya

ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવની અંતિમ મેચ બેટ્સમેન તરીકે કંઈ ખાસ ન રહી. તે કોઈ રન બનાવ્યા વિના આઉટ થઇ ગયો હતો. જોકે, તેણે ટૂર્નામેન્ટમાં 9 મેચમાં કુલ 242 રન બનાવ્યા છે. તે 2026ના T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમે રહ્યો, જેમાં ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તે મેચમાં તેણે દબાણ હેઠળ મેચવિનિંગ ઇનિંગ રમી હતી.

error: Content is protected !!