fbpx

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

Spread the love
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર 36 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન બનનાર જય શાહ ઇતિહાસના સૌથી યુવા ચેરમેન છે. જે સ્વમહેનત અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે.

16

જય શાહનું વ્યક્તિત્ત્વ શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત છે. તેઓ ઝડપથી નિર્ણય લેનારા, તથ્ય આધારિત વિચારસરણી ધરાવતા અને આધુનિક ટેક્નોલોજીને અપનાવનારા વ્યક્તિ તરીકે ઓળખી શકાય છે. જય શાહની સરળતા અને વ્યાવસાયિક વલણ તેમને સર્વ સ્વીકૃત અને ક્રિકેટ જગતમાં લોકપ્રિય બનાવે છે. જય શાહ શિસ્ત, જવાબદારી અને નેતૃત્વના મૂલ્યોને મહત્વ આપે છે જે તેમના પિતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ તરફથી મળેલા સંસ્કારોનું ઘડતર છે.

19

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી તરીકે જય શાહે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. 2022માં IPLના મીડિયા રાઇટ્સનો રેકોર્ડ બ્રેકિંગ સોદો (48,390 કરોડ રૂપિયા) તેમના નેતૃત્વમાં પૂર્ણ થયો જેણે IPLને વિશ્વની સૌથી મૂલ્યવાન લીગમાંની એક બનાવી. મહિલા પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆત તેમની સરાહનીય સિદ્ધિ છે જેણે મહિલા ક્રિકેટને નવી ક્ષિતિજ આપી અને મહિલા ખેલાડીઓને વિશ્વના સૌથી સારા પગારનું પ્લેટફોર્મ આપ્યું.

18

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રેસિડન્ટ તરીકે જય શાહે એશિયાઈ ક્રિકેટને પણ નવી દિશા આપી છે. નવી ટુર્નામેન્ટ્સ શરૂ કરી અને યુવા આશાસ્પદ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. ICCમાં ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના ચેરમેન તરીકે પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું.

20

જય શાહના કાર્યકાળ દરમિયાન ભારતીય મહિલા ટીમને પુરુષોની બરાબર મેચ ફી, ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન અને ઘરઆંગણે વર્લ્ડ કપનું સફળ આયોજનો થયા. આ તમામ કાર્યો માટે તેમને ‘સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ યર’, ‘ગેમ ચેન્જર ઓફ ધ યર’ અને ‘એક્સેલન્સ ઇન સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન’ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

17

ક્રિકેટ જગતમાં જય શાહનું વ્યક્તિત્વ એક આદર્શ નેતાનું ઉદાહરણ છે જેમાં દૂરંદેશી, મહેનત, આધુનિક વિચારસરણી અને રમત પ્રત્યેનો ઊંડો પ્રેમ સમાયેલો છે. તેઓ ક્રિકેટને માત્ર રમત નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સમાજને જોડનારા આયામ તરીકે જુએ છે. જય શાહના નેતૃત્વમાં ક્રિકેટ વધુ લોકપ્રિય અને યુવાનો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે.

21

જય શાહ જેવા યુવા, દૃઢનિશ્ચયી અને કાર્યક્ષમ વ્યક્તિત્વ ભારતીય રમતજગત માટે ગર્વની વાત છે. આ વ્યક્તિત્વથી બોધ મળે છે કે સાચી મહેનત અને વિઝનથી કોઈ પણ લક્ષ્ય પાર પાડી શકાય છે. જય શાહ ગુજરાતી હોય આપણે સૌ ગુજરાતીઓને ગર્વની લાગણી ઉપજે એ સાહજિક વાત છે એમ હું કહીશ.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!