fbpx

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

Spread the love

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને પત્ર લખી ચૂકી છે.

ગોતા, જગતપુર, વંદેમાતરમ, ગોદરેજ ગાર્ડન સિટીની 100થી વધુ સોસાયટીઓએ આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા અભિયાન શરૂ કર્યું છે. આ સોસાયટીઓએ લેટરપેડ પર પોતાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અમદાવાદ કલેક્ટરને પત્ર લખી રહ્યા છે. અત્યાર સુધી સોસાયટીનાં એસોસિયેશનને 100થી વધુ સોસાયટીના ચેરમેન દ્વારા લખાયેલા પત્ર મળી ચૂક્યા છે. આગામી સમયમાં હજુ વધુ સોસાયટીઓ આ અભિયાનમાં જોડાશે.

સોસાયટીઓ ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરને રજૂઆત કરશે. સ્થાનિકોની માગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અશાંત ધારો લાગુ કરીને હિન્દુ સિવાય અન્ય ધર્મના લોકોને મિલકતના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વંદે માતરમ્ રોડની સોસાયટીથી શરૂ થયેલા અભિયાનમાં 100થી વધુ સોસાયટીઓ જોડાઇ છે. હાલ સરખેજ, જુહાપુરા, વેજલપુર તથા જૂના શહેરમાં અશાંત ધારો લાગુ છે.

error: Content is protected !!