fbpx

શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?

Spread the love

શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?

છેલ્લાં ઘણા સમયથી રાજકીય વનવાસ ચાલતો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમણે વાયરલ કરેલી એક તસ્વીરે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઉત્તર પ્રદેશની પીલીભીતના ભાજપના પૂર્વ સાસંદ વરૂણ ગાંધીએ પોતાના X પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સપરિવાર મુલાકાત કરી હોય તેવી તસ્વીર વાયરલ કરી છે. સાથે વરુણ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીની ભરપેટ વખાણ પણ કર્યા છે.

વરૂણ ગાંધી પોતાની જ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા રહેતા હતા, અખબારોમાં સરકાર વિરુદ્ધ લેખો પણ લખતા હતા. 2024માં તેમની ટિકીટ કાપી નાંખવામાં આવી હતી. હવે જાણકારો એવું માની રહ્યા છે કે આ તસ્વીરનો સંકેત છે કે વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થવાનો છે.

error: Content is protected !!