fbpx

કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

Spread the love

કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ફિલ્મ ‘ધૂરંધર: ધ રીવેન્જ’ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ પ્રકારની વસ્તુ કોણ જોશે અને કોણ તેના પર વિશ્વાસ કરશે. ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે, દેશમાં અગાઉ પણ આવા નિર્ણયો થયા છે, જેથી લોકોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

imran-masood4

તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી હતું. તેમના મતે આવા નિર્ણયોના કારણે દેશને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું છે. સાથે જ, તેમણે સિનેમાના માધ્યમથી આ ઘટનાઓનું મહિમામંડન કરવા પર પણ આપત્તિ દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે જો કોઈ વસ્તુને શીખવવું જ છે, તો એવા ઉદાહરણો બતાવવા જોઈએ જેનો દેશ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હોય.

આ દરમિયાન તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બતાવવું હોય તો એ બતાવો કે તેમણે એ સમયે અમેરિકના રાષ્ટ્રપતિ નિક્સનને કેવી રીતે જવાબ આપ્યો હતો.

imran-masood3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ઇમરાન મસૂદે કહ્યું કે વડાપ્રધાન અમેરિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાથ જોડીને ઉભા રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી માત્ર પોતાને અને ઉદ્યોગપતિ અદાણીને બચાવવા માટે આમ કરે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશની વાસ્તવિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, તેઓ કેટલીક મજબૂરીઓને કારણે આવા નિર્ણયો લે છે. આ નિવેદન બાદ રાજકીય માહોલમાં હિલચાલ વધી ગઈ.

error: Content is protected !!