fbpx

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેવો ગડકરીએ લીધો નિર્ણય

Spread the love

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેવો ગડકરીએ લીધો નિર્ણય

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામં એક સવાલના જવાબમાં જાણકારી આપી હતી કે, સુરતથી આંધ્રપ્રદેશના કુરનુલને જોડતો નવો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે દિલ્હી- ચેન્નઇ વચ્ચેના અંતરમાં 320 કિ.મીનો ઘટાડો થશે.

 ગડકરીએ કહ્યુ કે, સુરતથી નાસિક, અહમદનગર, સોલાપુરથી કુરનુલ સુધી અને કુરનુલથી ચેન્નઇ, કન્યાકુમારી, બેંગલુરુ, હૈદ્રાબાદ અને કોચીનને નવો ગ્રીન ફીલ્ડ એક્સ્પ્રેસ વે જોડશે. ગડકરીએ કહ્યું કે, ઉત્તર ભારતથી દક્ષિણ ભારતની એક નવી કનેકિટવીટિ ઉભી થવાની છે,

સુરતના ટેક્સટાઇવ ઉદ્યોગકારો માટે આ મોટા સમાચાર છે, કારણકે સાઉથ સાથે સુરતનો મોટો બિઝનેસ છે. સુરતથી ચૈન્નઇના અંતરમાં 15 કલાકનો ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ફાયદો થશે.

error: Content is protected !!