fbpx

દુકાનદારે 165 વધારે લીધા, ફરિયાદી 10 વર્ષ કોર્ટમાં કેસ લડ્યો અને જીત્યો

Spread the love

દુકાનદારે 165 વધારે લીધા, ફરિયાદી 10 વર્ષ કોર્ટમાં કેસ લડ્યો અને જીત્યો

અમદાવાદમાં શશીકાંત રાવલ નામના એક ગ્રાહકે કાલુપુર વિસ્તારની એક હોલસેલની દુકાનમાંથી 2016માં 5 કિલો તુવેરદાળ લીધી હતી. થેલી પર MRP 675 લખેલી હતી, પરંતુ દુકાનદારે 840 રૂપિયા વસુલ્યા. મતલબ કે 5 કિલોએ 165 રૂપિયા વધારે લીધા.

શશીકાંત રાવલે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો, 10 વર્ષ લાંબી લડત પછી તેમને ન્યાય મળ્યો અને ગ્રાહક કોર્ટે દુકાનદારને 50000 રૂપિયાનો દંડ કર્યો અને શશીકાંત રાવલને 165ની રકમ તેમણે કરેલી ખરીદીથી અત્યાર સુધી 7 ટકા વ્યાજ સાથે પરત કરવાનો દુકાનદારને આદેશ કર્યો. સાથે કોર્ટ કેસ લડવા માટે શશીકાંતને 2000 રૂપિયા આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો.

સવાલ એ છે કે, ગ્રાહકો આવી છેતરપિંડી એટલા માટે જ જતી કરે છે કે, કોર્ટમાં લાંબા લાંબા વર્ષો સુધી કેસ ચાલે અને રૂપિયાનું પાણી થઇ જાય.

error: Content is protected !!