fbpx

પ્રાંતિજ ના તાજપુરમાં જોગણી માતાજીના ૧૪મા પાટોત્સવની ધામધુમથી ઉજવણી

Spread the love

પ્રાંતિજ ના તાજપુરમાં જોગણી માતાજીના ૧૪મા પાટોત્સવની ધામધુમથી ઉજવણી
– માઇ ભકતો ઉપસ્થિત દર્શન કરી ધન્યતા અનુભવી
– સાત જેટલા યજમાન ઓએ ધર્મ લાભ લીધો
– બે દિવસીય કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામે આવેલ જોગણી માતાજીના મંદિરે ૧૪ મા પાટોત્સવની ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

 પ્રાંતિજ ના તાજપુર ખાતે બે દિવસીય પાટોત્સવ યોજાયો જેમા પાટોત્સવના પ્રથમ દિવસે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઇભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું બીજા દિવસે જોગણી માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે સાત જેટલા યજમાનો હવનમાં બેસી ધર્મલાભ લીધો હતોભુદેવ દ્વારા વિધિવત્ રીતે હવન અને પૂજા અર્ચના કરાવવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!