fbpx

નોકરીમાંથી કાઢી મુક્યો તો ગુજરાત આવીને બિહારમાં 20 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લેવાનું આયોજન કર્યું

Spread the love
નોકરીમાંથી કાઢી મુક્યો તો ગુજરાત આવીને બિહારમાં 20 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લેવાનું આયોજન કર્યું

20 કરોડ રૂપિયાના સોનાની લૂંટના કેસ અંગે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ગુજરાત (રાજકોટ) સ્થિત એક વ્યક્તિએ પટનામાં આ લૂંટ કરવાનું સમગ્ર આયોજન કરી દીધું હતું. શનિવારે, ખગૌલ લખ (દાનાપુર) નજીક ધોળા દિવસે 20 કરોડ રૂપિયાના 15 કિલો સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. SIT તપાસમાં હવે ખુલાસો થયો છે કે, સમગ્ર કાવતરા પાછળનો મુખ્ય સૂત્રધાર ગુજરાતનો એક વ્યક્તિ છે, જેને તાજેતરમાં જ ભોગ બનનાર સોનાના વેપારી સુનિલ ભાઈએ નોકરીમાંથી કાઢી મુક્યો હતો. ગુનેગારોએ પૂરો પ્લાન બનાવીને રાજકોટના વેપારીના સ્ટાફને નિશાન બનાવ્યો હતો અને ખગૌલ લખ નજીક કસ્ટમ અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપીને આ ગુનો કર્યો હતો. ગુનેગારોને પકડવા માટે 40 પોલીસ અધિકારીઓની ટીમ દરોડા પાડી રહી છે. હાલમાં, લૂંટારાઓએ ફેંકી દીધેલી GPS બેગ અને ચોરાયેલા વાહનોમાંથી પોલીસને અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી છે, જે તેમને બિહારથી લઈને ગુજરાત સાથે જોડે છે.

Bihar Gold Loot

પટના પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, આ મોટી લૂંટનો મુખ્ય સૂત્રધાર ગુજરાતનો રહેવાસી છે. તે પીડિત વેપારીનો ભૂતપૂર્વ કર્મચારી છે. તેને રૂટ અને ડિલિવરી સમયની સંપૂર્ણ જાણકારી હતી. તેણે બિહારના છ કુખ્યાત લૂંટારુઓને આ કામ માટે ‘તૈયાર’ કર્યા અને 15 કિલો સોનાના દાગીનાની આખી લૂંટનું આયોજન કર્યું. લૂંટ પછી તરત જ, લૂંટારુઓએ તેમની બેગમાંથી GPS કાઢી નાખ્યું અને તેને ફેંકી દીધું, જેથી પોલીસ તેમના લોકેશનને શોધી ન શકે.

પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને બાઇક જપ્ત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પટના સોનાની લૂંટમાં વપરાયેલી કાર દિલ્હીથી ચોરાઈ હતી અને તેના પર પૂર્ણિયાના એક રહેવાસીની ગાડીનો નકલી નંબર લગાવી દીધો હતો. જ્યારે બાઇક AIIMS ગોલંબર પાસેથી છોડી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બાકરગંજના એ વેપારીની પણ પૂછપરછ કરી છે, જેને ઘરેણાં ડિલિવર કરવાના હતા.

Bihar Gold Loot

SIT ટીમ વેપારીના સ્ટાફ, મહેશ મામતોરા અને પ્રિન્સ કુમારના મોબાઇલ નંબરના CDR (કોલ ડિટેલ રેકોર્ડ)ની તપાસ કરી રહી છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, ઘટનાસ્થળથી નૌબતપુર સુધી તેમના મોબાઇલ ફોન સક્રિય હતા કે નહીં. જોકે, લૂંટારુઓએ મહેશને લૂંટ્યા પછી તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, સ્ટાફની પ્રવૃત્તિઓમાં કોઈ શંકાસ્પદ પાસાઓ છે કે કેમ, કારણ કે તેઓ પહેલા પણ ઘણી વખત પટનામાં સોનું લાવી ચુક્યા છે. જોકે, પોલીસે હજુ સુધી આ કેસમાં દેશના સૌથી જાણીતા સોનાના લૂંટારા સુબોધ સિંહનું નામ જાહેર કર્યું નથી.

આ લૂંટના અનેક રહસ્યમય પાસાં પણ છે. લૂંટારાઓએ બેગ લૂંટ્યા પછી મહેશને જ કારમાં કેમ બેસવા દીધો અને પ્રિન્સને ત્યાં જ છોડી દીધો? મહેશને નૌબતપુર લઈ ગયા પછી અને તેના હાથ અને મોં બાંધ્યા પછી કારમાં એકલો છોડી દીધો તે પણ શંકાસ્પદ છે. પોલીસ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે, મહેશ આટલી સરળતાથી કેવી રીતે પોતાને બાંધેલી હાલતમાંથી છોડાવી શક્યો અને પોતે જ પોલીસ સ્ટેશન કેમ પહોંચી ગયો. આ વણઉકેલાયેલા સવાલોના જવાબ ગુનેગારોની ધરપકડ પછી જ મળી શકશે.

Bihar Gold Loot

પટનામાં 20 કરોડ રૂપિયાના 15 કિલો સોનાની લૂંટનો મામલો ખૂબ જ સનસનાટીભર્યો છે. આની તપાસ માટે 40 પોલીસકર્મીઓની એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.

ખગૌલ લખ નજીક, ગુનેગારોએ રાજકોટના એક સોનાના વેપારીના સ્ટાફ પાસેથી બંદૂકની અણીએ સોનું લૂંટ્યું. કાવતરાનો મુખ્ય સૂત્રધાર ગુજરાતનો રહેવાસી છે, જેને વેપારીએ તાજેતરમાં જ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. લૂંટને અંજામ આપનારા 6 ગુનેગારો બિહારના છે, તેઓ નકલી નંબરોવાળી ચોરીની કાર અને બાઇકનો ઉપયોગ કરે છે. લૂંટારાઓએ એક સ્ટાફ સભ્યનું અપહરણ કર્યું અને તેને નૌબતપુરમાં છોડી દીધો, જેની ભૂમિકા પણ પોલીસ તપાસી રહી છે. 40 સભ્યોની SIT ટીમ CCTV અને CDR દ્વારા સોનાના લૂંટારાઓને શોધી રહી છે. આ ઘટના 5 એપ્રિલના રોજ દાનાપુર નજીક જાહેર રસ્તા પર ધોળા દિવસે અંજામ આપવામાં આવી હતી.

Leave a Reply

error: Content is protected !!