
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કબ્યું હતું કે, તો વાત એમ છે કે, બેઠક સારી રહી અને મોટાભાગના મુદ્દાઓ પર સહમતી સધાઈ, પણ જે સૌથી મહત્વનો મુદ્દો હતો—પરમાણુ (NUCLEAR)—તેના પર કોઈ ઉકેલ આવ્યો નથી. આથી, આજથી જ વિશ્વની સર્વશ્રેષ્ઠ એવી ‘યુનાઇટેડ સ્ટેટ્સ નેવી’ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોની નાકાબંધી (BLOCKADING) કરવાની પ્રક્રિયા શરૂ કરશે. એક સમય એવો આવશે જ્યારે દરેકને મુક્તપણે આવવા-જવાની છૂટ હશે, પણ ઈરાને અત્યારે એવું કહીને અવરોધ ઉભો કર્યો છે કે, ‘ત્યાં ક્યાંક માઇન્સ હોય શકે છે,’ જેના વિશે ફક્ત તેઓ જ જાણે છે. આ આખા વિશ્વ પાસે કરાતી ઉઘાડી લૂંટ છે, અને અમેરિકા જેવા દેશના નેતાઓ ક્યારેય આવી ધમકીઓ સામે ઝૂકશે નહીં.
મેં અમારી નેવીને સૂચના આપી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા તમામ જહાજોને રોકવામાં આવે જેમણે ઈરાનને ગેરકાયદેસર ‘ટોલ’ (ટેક્સ) ચૂકવ્યો છે. ગેરકાયદે પૈસા આપનાર કોઈ પણ જહાજને સુરક્ષિત રસ્તો મળશે નહીં. અમે ઈરાને બિછાવેલી દરિયાઈ સુરંગોને નષ્ટ કરવાનું પણ શરૂ કરીશું. જો કોઈ ઈરાની સૈનિક અમારા પર કે શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેને સીધો યમલોક પહોંચાડી દેવામાં આવશે.
ઈરાન સારી રીતે જાણે છે કે આ પરિસ્થિતિનો અંત કેવી રીતે લાવવો, જેણે તેમના દેશને પહેલેથી જ બરબાદ કરી દીધો છે. તેમની નેવી ખતમ થઈ ગઈ છે, વાયુસેના નષ્ટ થઈ ગઈ છે અને તેમની રડાર સિસ્ટમ હવે નકામી છે. ખામનેઈ અને તેમના મોટાભાગના નેતાઓ માર્યા ગયા છે, અને આ બધું તેમની પરમાણુ મહત્વાકાંક્ષાને કારણે થયું છે.
આ નાકાબંધી ટૂંક સમયમાં શરૂ થશે અને તેમાં અન્ય દેશો પણ જોડાશે. ઈરાનને આ ગેરકાયદેસર લૂંટ ચલાવવા દેવામાં આવશે નહીં. તેમને પૈસા જોઈએ છે અને સૌથી વધુ તો પરમાણુ હથિયારો જોઈએ છે. અમે પૂરી રીતે તૈયાર છીએ (LOCKED AND LOADED), અને યોગ્ય સમયે અમારી સેના ઈરાનનું જે કંઈ બચ્યું છે તેને પણ સાફ કરી નાખશે.
ડોનાલ્ડ્ર ટ્રમ્પની આ જાહેરાતથી એક વાત સ્પષ્ટ છે કે, સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી ગઈ છે અને સંઘર્ષ વધવાનો છે. આની અસર સોમવારે ભારતના શેરમાર્કેટ પર પણ જોવા મળશે.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ