fbpx

બેફામ ચલાવતો હતો 10 કરોડની લેમ્બોર્ગિની, કોર્ટે કારમાલિકને રોડ પર ‘સાવરણીથી સફાઈ’ કરવાની સજા ફટકારી

Spread the love
 બેફામ ચલાવતો હતો 10 કરોડની લેમ્બોર્ગિની, કોર્ટે કારમાલિકને રોડ પર 'સાવરણીથી સફાઈ' કરવાની સજા ફટકારી

કર્ણાટક હાઈકોર્ટે ઝડપથી અને બેદરકારીથી વાહન ચલાવવાના કેસમાં એક અનોખો ચુકાદો આપ્યો છે. કોર્ટે લીલા રંગની લેમ્બોર્ગિનીના માલિક સામેનો ફોજદારી કેસ રદ કરવા સંમતિ તો આપી છે, પરંતુ એક શરત મૂકી છે, આની અંદર આરોપીએ ‘સમાજ સેવા’ કરવી પડશે. જસ્ટિસ M. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની બેન્ચે આરોપી ચિરંત B.R. દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ નિર્દેશ આપ્યો હતો.

આ કેસ ડિસેમ્બર 2025નો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આરોપી ચિરંત તેની લીલા રંગની લેમ્બોર્ગિની ખતરનાક રીતે ચલાવતો જોવા મળ્યો હતો. કારમાં ખાસ રીતે લગાવવામાં આવેલું ખુબ મોટા અવાજ્વાળું સાયલેન્સર હતું. પોલીસ દ્વારા પકડાયા પછી, ચિરંતે દંડ તો ભરી દીધો, પરંતુ પોલીસને પાછળથી ખબર પડી કે તેણે સાયલેન્સર તો કાઢ્યું જ નથી. સાયલેન્સર ન કાઢવા બાદલ, પોલીસે તેની સામે કેંગેરી પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ (FIR) દાખલ કર્યો. ત્યારપછી ચિરંતે FIR રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, અને દાવો કર્યો કે, તેણે હવે સાયલેન્સર બદલાવી દીધું છે.

Karnataka-High-Court-Lamborghini-Driver

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આરોપીના વકીલ રજતે કોર્ટમાં દલીલ કરી હતી કે, લેમ્બોર્ગિનીના ડ્રાઇવરે કોઈ ગુનો ન કર્યો હોવા છતાં તેને બિનજરૂરી રીતે ગુનેગાર તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે, ન્યાયાધીશ નાગપ્રસન્ના અસંમત હતા. તેમણે કટાક્ષમાં ટિપ્પણી કરી, ‘તમે તમારી લેમ્બોર્ગિનીમાં જશો, રોડ પર ઝાડુથી સફાઈ કરશો અને પછી તમારી લેમ્બોર્ગિનીમાં પાછા ફરશો.’

જ્યારે કોર્ટે પૂછ્યું કે, આરોપી કયા પ્રકારની સામાજિક સેવા કરશે, ત્યારે તેમના વકીલે જવાબ આપ્યો કે, ચિરંત શાળાના બાળકોને ટ્રાફિક સિગ્નલ વિશે શીખવશે. ન્યાયાધીશ નાગપ્રસન્ના મજાકમાં ટિપ્પણી કરી, ‘એનો અર્થ એ થયો કે તમે ટ્રાફિક નિયમો તોડ્યા છે, અને હવે તમે બાળકોને ટ્રાફિક નિયમો વિશે શીખવશો. બાળકો તમારી પાસેથી શીખશે કે, નિયમો કેવી રીતે તોડવા અને કેવી રીતે શીખવવા.’

Karnataka-High-Court-Lamborghini-Driver2

સરકારી વકીલ પણ આ વાત સાથે સંમત થયા, અને કહ્યું કે, જે વ્યક્તિ લેમ્બોર્ગિનું રફ ડ્રાઈવિંગ કરે છે તે શાળાઓમાં બાળકોને ટ્રાફિક નિયમો શીખવે તે વિચિત્ર અને મુશ્કેલભર્યું હશે. તેમણે સૂચવ્યું કે સામાજિક સેવાને ગુના સાથે જોડવી જોઈએ. તેમણે એક ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું, જેને કોર્ટના તિરસ્કાર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને છ મહિના સુધી દર રવિવારે સરકારી હોસ્પિટલમાં મફત સેવાઓ પૂરી પાડવાની સજા ફટકારવામાં આવી હતી. લાંબી ચર્ચા પછી, કોર્ટે ચુકાદો આપ્યો કે, આરોપી સામેની FIR રદ કરવામાં આવશે. ન્યાયાધીશે કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં એક વિગતવાર આદેશ બહાર પાડશે જેમાં આરોપી ચિરંતને કઈ સામાજિક સેવા કરવાની રહેશે તે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!