fbpx

અજાણ્યા લોકો સાથે વીડિયો કોલ પર વાત કરતી પત્ની, 3 બાળકો અને ઘરેણા લઈને ફરાર

Spread the love
અજાણ્યા લોકો સાથે વીડિયો કોલ પર વાત કરતી પત્ની, 3 બાળકો અને ઘરેણા લઈને ફરાર

કાનપુર શહેરના જાજમઉ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, મોતીનગર વિસ્તારમાં સોશિયલ મીડિયાએ એક મજૂર પરિવારની ખુશીને પૂરી રીતે છીનવી લીધી છે. અહેવાલો અનુસાર, જાજમઉમાં એક ટેનરીમાં દિવસ-રાત મહેનત કરતો અસલમ ખાન હવે તેના 3 સગીર બાળકોની શોધમાં ઠેર-ઠેર ભટકે છે. એવો આરોપ છે કે 27 માર્ચે તેની પત્ની બાળકોને શાળાએ લઈ જવાના બહાને ઘરેથી ગાયબ થઈ ગઈ હતી, અને સાથે ઘરની પરિવારની બધી જમા પૂંજી પણ પોતાની સાથે લઈ ગઈ. પત્ની લગભગ ₹6 લાખના સોના-ચાંદીના દાગીના અને ₹40,000 રોકડા લઈને ભાગી ગઈ છે.

અસલમ ખાનના જણાવ્યા મુજબ, તેની પત્નીનો મોબાઇલ ફોન છેલ્લા ઘણા મહિનાઓથી તેના માટે સતત માથાનો દુઃખાવો બની ગયો હતો. મોડી રાત સુધી, તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા લોકો સાથે વીડિયો કોલ, ચેટિંગ અને લાંબી વાતચીતમાં વ્યસ્ત રહેતી હતી. શરૂઆતમાં અસલમે ધાર્યું કે તે કોઈ સંબંધી અથવા જૂની બહેનપણી સાથે વાત કરી રહી હશે; જોકે, જ્યારે સત્ય બહાર આવ્યું કે તે અજાણ્યા પુરુષો સાથે વાતચીત કરી રહી છે, ત્યારે તેણે વાંધો ઉઠાવ્યો. આનાથી ઘરમાં બહેસ અને ઝઘડા ઝઘડા થવા લાગ્યા. અસલમે વારંવાર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, ‘બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, અને પરિવાર તૂટી જશે’, પરંતુ તેની પત્ની એક ન માની.

wife

અસલમે જણાવ્યું કે 27 માર્ચની સવારે બધું સામાન્ય લાગતું હતું. તેની પત્નીએ બાળકોને શાળાએ મોકલવાની વાત કહી. અસલમ રોજની જેમ કામ પર જતો રહ્યો. સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે જોયું કે કબાટના તાળા તૂટેલા હતા, દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. તેણે જોયું કે, પત્ની ત્રણેય બાળકો સાથે ક્યાંક જતી રહી છે. અસલમે જાજમઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પહેલા ઘણા સમય સુધી તેમની શોધ કરી.

હાલમાં પોલીસે કેસ નોંધ્યો છે. હાલમાં, મોબાઇલ કોલ ડિટેલ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને લોકેશન ટ્રેસિંગના આધારે તપાસ ચાલી રહી છે. અસલમે તેના ઘરની આસપાસના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપ્યા છે, જેમાં તેની પત્ની તેમના ત્રણ બાળકો સાથે પગપાળા ચાલીને જઇ રહી છે. અસલમને શંકા છે કે તેની પત્નીએ સોશિયલ મીડિયા પર મળેલા ‘પ્રેમી’ના ચક્કરમાં આ પગલું ભર્યું છે.

wife

અસલમ કહે છે કે, ‘હું માત્ર મારા બાળકોને પાછા ઇચ્છું છું. હું નથી ઇચ્છતો કે તેમનું શિક્ષણ કે તેમનું બાળપણ બરબાદ થાય. જો તેઓ ખરાબ સંગતમાં ફસાઈ ગયા હોય, તો તેમને બચાવવા જોઈએ.’ તો, પોલીસ અધિકારીઓ જણાવે છે કે કેસના દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે તકનીકી સહાયતા લેવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામો આવવાની અપેક્ષા છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!