fbpx

બેવફા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું અને પછી શરીરના ટુકડા કરીને ખેતરમાં દાટી દીધા

Spread the love

મધ્ય પ્રદેશના મંદસૌરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દૂધાખેડી ગામમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અફેરના કારણે પોતાના જ પતિનો જીવ લઇ લીધો. બંનેએ આ ઘટનાને એટલી ભયાનક રીતે અંજામ આપ્યો કે સાંભળનારના પણ રૂવાડા ઉભા થઇ જશે.

મંદસૌરના ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દૂધાખેડી ગામમાં સોમવારે રાત્રે એક દુ:ખદ ઘટના સામે આવી. અહીં રહેતો ખેડૂત ધનરાજ યોગીની પત્ની ધાપુ બાઈનું છેલ્લા ચાર વર્ષથી તે જ ગામના પંકજ ચૌધરી સાથે અફેર ચાલી રહ્યું હતું. મહિલા તેના પતિને તેમના અફેરમાં અડચણરૂપ માની રહી હતી, તેથી શુક્રવાર, 10 એપ્રિલની સાંજે પંકજ ચૌધરીએ કોઈ બહાના હેઠળ ધનરાજ યોગીને તેના ખેતરમાં બોલાવ્યો. જ્યારે તે ખેતરમાં પહોંચ્યો ત્યારે ત્યાં પહેલાંથી જ હાજર મહિલા અને તેના પ્રેમી પંકજે મળીને તેના પર તલવારથી હુમલો કરી દીધો અને પછી દોરડાથી ગળું દબાવીને જીવ લઇ લીધો.

Photo-(2)

ત્યારબાદ આરોપી પંકજ ચૌધરી પેટ્રોલ પંપ પર ગયો, જ્યાંથી તેણે 4-5 લીટર ડીઝલ ખરીદ્યું. ત્યારબાદ તેણે ખેતરમાં લાકડા પર ડીઝલ રેડીને મૃતદેહને બાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે શરીર બળ્યું નહીં, ત્યારે તેણે તેના ટુકડા કરી દીધા અને JCB વડે ખાડો ખોદીને ખેતરમાં દાટી દીધો. ઘટના બાદ જ્યારે ધનરાજ ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેની પુત્રી અને પુત્રએ પિતાની શોધખોળ શરૂ કરી. તોમણે કંઈક અઘટિત થવાની આશંકાને કારણે ગ્રામજનોને ભેગા કર્યા.

ત્યારબાદ, ગ્રામજનોએ ભાનપુરા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મોબાઇલ ફોનની વિગતો અને શંકાના આધારે, પોલીસે તાત્કાલિક પંકજ ચૌધરીની અટકાયત કરી. કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લીધો. ત્યારબાદ પોલીસ પંકજને તેના ખેતરમાં લઈ ગઈ. જ્યાં તેણે હત્યા કરવા અને શબને સળગાવ્યા બાદ મૃતદેહને જમીનમાં દાટી દેવાની ઘટના જણાવી હતી. પોલીસે તાત્કાલિક જમીનમાં દાટેલા શબના ટુકડાઓ કાઢીને કબજે કર્યા અને આરોપી પત્નીની ધરપકડ કરી.

payal

આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે. પરિવારજનો અને ગ્રામજનોએ દૂધાખેડી માતાજી ચોકડી પર રસ્તો રોકી દીધો. ગ્રામજનો આરોપીને કડક સજા આપવાની અને તેનું ઘર બુલડોઝરથી તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. આ કિસ્સામાં મૃતકની પુત્રીએ કહ્યું કે, મારા પિતા છેલ્લે પંકજ ચૌધરીના ઘરે જઈ રહ્યા હોવાનું કહીને ગયા હતા અને તે તેની બાઇક લઈને ગયા હતા. આ વાતથી તેને શંકા ગઈ કે તેમનો જીવ લઇ લેવાયો હશે.

Leave a Reply

error: Content is protected !!