22.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની વિવિધ સંસ્થાઓ માટે તા. 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે. રાજ્યભરમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે હજારો ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ મશીનોમાં સીલ થવાનું છે. રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જ અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે બાકીની બેઠકો પર કડક રાજકીય જંગ જોવા મળશે.
કેટલાક વિસ્તારોમાં ચૂંટણી નહીં યોજાય
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલીક બેઠકો પર ખાસ પરિસ્થિતિઓ સર્જાતા ત્યાં મતદાન નહીં થાય:
ઉમેદવારી ફોર્મ ન ભરાતા:
અડીયા તાલુકા પંચાયત (તા. હારીજ, જિ. પાટણ)
સતલાસણા તાલુકા પંચાયત (તા. સતલાસણા, જિ. મહેસાણા)
આ બંને બેઠકો પર એકપણ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું ન હોવાથી ચૂંટણી યોજાશે નહીં.
ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી રદ:
આસ્તાન તાલુકા પંચાયત (તા. બારડોલી, જિ. સુરત)
દહેગામડા તાલુકા પંચાયત (તા. બાવળા, જિ. અમદાવાદ)
ચિતરીયા તાલુકા પંચાયત (તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)
માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોના અવસાનને કારણે આ ત્રણ બેઠકો પર હાલ ચૂંટણી રદ કરવામાં આવી છે.
ચૂંટણીનો કુલ આંકડો
કુલ બિનહરીફ બેઠકો: 736
મતદાન થનારી બેઠકો: 9263
કુલ ઉમેદવારો: 25,537
મહાનગરપાલિકા ચૂંટણી
કુલ મહાનગરપાલિકા: 15
કુલ વોર્ડ: 261
કુલ બેઠકો: 1044
બિનહરીફ બેઠકો: 43
તમામ 261 વોર્ડમાં મતદાન થશે
ઉમેદવારો: 3145
નગરપાલિકા (સામાન્ય ચૂંટણી)
કુલ નગરપાલિકા: 84
કુલ વોર્ડ: 656
કુલ બેઠકો: 2624
બિનહરીફ બેઠકો: 385
સંપૂર્ણ બિનહરીફ વોર્ડ: 53
મતદાન વોર્ડ: 603
ઉમેદવારો: 5441
જિલ્લા પંચાયત ચૂંટણી
કુલ જિલ્લા પંચાયત: 34
મતદાર મંડળ: 1090
બિનહરીફ બેઠકો: 52
મતદાન બેઠકો: 1038
ઉમેદવારો: 3059
તાલુકા પંચાયત ચૂંટણી
કુલ તાલુકા પંચાયત: 260
મતદાર મંડળ: 5234
બિનહરીફ બેઠકો: 2
ઉમેદવારી ન ભરાયેલી બેઠકો: 2
મતદાન બેઠકો: 4976
ઉમેદવારો: 13,871
નગરપાલિકા પેટા ચૂંટણી
કુલ નગરપાલિકા: 11
વોર્ડ: 12
બેઠકો: 13
બિનહરીફ બેઠકો: 4
મતદાન બેઠકો: 9
ઉમેદવારો: 21
મતદારોની સંખ્યા
પુરુષ મતદારો: 2,10,71,000
સ્ત્રી મતદારો: 1,97,44,000
અન્ય મતદારો: 848
સવારે 7 વાગ્યાથી મતદાન
વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજ સુધી ચાલુ રહેશે. ચૂંટણી પંચે મતદારોને નિર્ભયતાપૂર્વક અને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. હવે સમગ્ર રાજ્યની નજર મતદાન પર કેન્દ્રિત થઈ છે, જ્યાં લોકશાહીના આ મહાપર્વમાં જનતા પોતાનો અંતિમ નિર્ણય આપશે.