fbpx

ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા પત્નીઓ પતિની આવક વધારીને બતાવે છે; શા માટે કોર્ટે આવું કહ્યું

Spread the love

પત્નીઓ ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા માટે કોર્ટમાં તેમના પતિની માસિક આવક વધારીને બતાવે છે. જો તેઓ આમ કરે તો પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રાજ બીર સિંહે એક પુરુષની અરજી ફગાવી દેતા આ વાત કહી હતી. અરજીમાં પતિએ આરોપ લગાવ્યો હતો કે, તેની પત્નીએ વધુ ભરણપોષણની રકમ મેળવવા માટે તેની માસિક આવક વધારીને બતાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની માસિક આવક 11,000 રૂપિયા પ્રતિ માસ છે, જ્યારે તેની આવક 80,000 રૂપિયા પ્રતિ માસ હોવાનું બતાવવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે આ કેસ હજુ પણ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં મહિલાના દાવાઓ અને તથ્યો પર વિચાર કરવામાં આવશે.

Allahabad-High-Court

બેન્ચે કહ્યું, ‘આ એક એવી સામાન્ય માન્યતા છે કે, CrPCની કલમ 125 હેઠળ ચાલનારા આવા કેસોમાં, પત્નીઓ ઘણીવાર તેમના પતિની આવક વધારીને ભરણપોષણનો દાવો કરે છે. જોકે, આવા ખોટા દાવાઓ પર પણ, CrPCની કલમ 340 અથવા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 379 હેઠળ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી.’ કોર્ટે જણાવ્યું હતું કે, ન્યાયના હિતમાં, દાવાઓ અને તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ન્યાયી નિર્ણય આપવામાં આવે તે જરૂરી છે. જોકે, આવા કિસ્સાઓમાં, એકલા મહિલા પર જ કેસ ચલાવવો અયોગ્ય રહેશે. આ કરી શકાતું પણ નથી.

Allahabad-High-Court2

જસ્ટીસે જણાવ્યું હતું કે, કોર્ટ વ્યક્તિ પર કયા દાવાની અસર તેની પર કેટલી પડશે તેના પર વિચાર કરશે. એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે, લોકો વ્યક્તિગત અદાવત અથવા દુશ્મનાવટનો ઉકેલ લાવવા માટે કોર્ટનો ઉપયોગ ન કરે. કોર્ટે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, એક વ્યક્તિને ન્યાય મળે અને બીજાને અન્યાય થઇ જાય. આ ઉપરાંત, ફક્ત દાવાના આધારે મહિલા સામે કેસ દાખલ કરી શકાતો પણ નથી. તેથી, અમે આ કેસમાં પતિની અપીલને ફગાવી દઈએ છીએ.

Allahabad-High-Court1

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરણપોષણના કેસોમાં, સ્ત્રીઓ તરફથી ઘણીવાર વધારે પડતા દાવાઓ કરવામાં આવે છે, જ્યારે એવા કિસ્સાઓ પણ બન્યા છે, જ્યાં પતિઓએ તેમાંથી કોઈ પણ રકમ ચૂકવવાનું ટાળવા અને તેમની સંપત્તિ ઓછી દર્શાવવા માટે તેમની મિલકત અન્યને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત, માસિક આવક ઓછી દર્શાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!