પ્રાંતિજ ના રસુલપુરમાં ઓવરબ્રિજનું લોકાર્પણ
– સ્થાનિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ, સાંસદની રજૂઆત રંગ લાવી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે સ્થાનિકોની વર્ષો જૂની માંગણીને આજે સાકાર સ્વરૂપ મળ્યું છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર બનાવાયેલા નવા ઓવરબ્રિજનું બુધવારે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના હસ્તે આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયું હતું
ગામજનો દ્વારા લાંબા સમયથી આ ઓવરબ્રિજ માટે માંગ ઉઠાવવામાં આવી રહી હતી.




વાહન વ્યવહાર દરમિયાન થતી મુશ્કેલીઓ અને અકસ્માતોની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ગ્રામજનો અનેક વખત રજૂઆતો કરી હતી. સાંસદશ્રીએ આ મુદ્દે સક્રિય રીતે રજૂઆત કરતાં અંતે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી અને હવે તેનો લાભ લોકો સુધી પહોંચ્યો છે.નવી ઓવરબ્રિજ સુવિધાથી રસુલપુર તેમજ આસપાસના વિસ્તારોના લોકો માટે અવરજવર સરળ બનશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડુતો અને રોજગાર માટે શહેર જતાં લોકોને મોટો લાભ મળશે. સમય અને ઇંધણની બચત સાથે વેપાર-વ્યવસાયને પણ પ્રોત્સાહન મળશે.આ પ્રસંગે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગ આજે પૂર્ણ થઈ હતી
જીલ રાવલ સાબરકાંઠા