પ્રાંતિજ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસ ની ઉજવણી કરવામાં આવી
– ૭૫ મો વાર્ષિક પાટોત્સવ અને અમૃત મહોત્સવ યોજાયો
– વહેલી સવારથી જ મંદિર ખાતે શિવ ભક્તો ઉમટી પડ્યા
– પૂજા , આરતી , ધજા ચડાવવામાં આવી
– શિવભકતો દ્વારા દાદા ના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા
– રાત્રીના ભજન કિર્તન સહિત કાર્યકમો યોજાશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી યોજાઈ હતી આ અવસરે ૭૫મો વાર્ષિક પાટોત્સવ તથા અમૃત મહોત્સવ પણ શ્રદ્ધાભેર ઉજવાયા હતા






વહેલી સવારથી જ મંદિર ખાતે શિવભક્તો અને રાવલ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિર તથા સંકુલને આકર્ષક ફૂલો દ્વારા સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો વિધિ અનુસાર દાદાની પૂજા, આરતી અને ધજા ચડાવવાની વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દાદાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારગામથી—અમદાવાદ, મુંબઈ, ગાંધીનગર અને હિંમતનગરથી આવેલા ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને વિશેષ બનાવ્યોઆ પ્રસંગે ભોજન પ્રસાદની વ્યવસ્થા સ્વ અંબાલાલ ડાહ્યાલાલ રાવલ , ગંસ્વડઇબેન અંબાલાલ રાવલ , બાલકૃષ્ણ અંબાલાલ રાવલ , રાકેશકુમાર અંબાલાલ રાવલ તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી, જેને ભક્તોએ ભાવપૂર્વક સ્વીકારીરાત્રિના સમયે ભજન-કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર પ્રાંતિજમાં ભક્તિનો માહોલ વધુ ગાઢ બનશે આ રીતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી
જીલ રાવલ સાબરકાંઠા