fbpx

રૂ. 7999માં 5000mAh બેટરીવાળો નવો ફોન લોન્ચ, 90Hz રિફ્રેશ રેટ અને મિલિટરી-ગ્રેડ ડ્યૂરેબિલિટી પણ

Spread the love

રૂ. 7999માં 5000mAh બેટરીવાળો નવો ફોન લોન્ચ, 90Hz રિફ્રેશ રેટ અને મિલિટરી-ગ્રેડ ડ્યૂરેબિલિટી પણ

શું તમે પણ બજેટ સેગમેન્ટમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? જો એમ હોય, તો Itelએ તમારા માટે એક નવો સ્માર્ટફોન રજૂ કર્યો છે, જેનું નામ છે ‘Itel A100C New’. કંપનીનો દાવો છે કે આ ફોન ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તા સ્માર્ટફોનમાંનો એક છે. આ ફોન આકર્ષક ડિઝાઇન, શાનદાર બિલ્ડ ક્વાલિટી અને મોટી ડિસ્પ્લે સાથે અન્ય ઘણી ખાસ ફીચર્સ મળે છે.

આ ફોન ખાસ કરીને એવા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે જેઓ સસ્તા ભાવે વિશ્વસનીય સ્માર્ટફોન શોધી રહ્યા છે. ખાસ વાત એ છે કે, કંપનીએ આ ડિવાઇસની કિંમત ફક્ત 7,999 રૂપિયા રાખી છે.

itel1

Itel A100C Newના સ્પેસિફિકેશન્સ

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 6.6-ઇંચની HD+ ડિસ્પ્લે મળી રહી છે. સાથે જ આ ફોનમાં 90Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં સ્ક્રોલિંગ અને વીડિયો જોવાનો ખૂબ સ્મૂધ અનુભવ મળશે. સારા ઓડિયો અનુભવ માટે ફોનમાં DTS-પાવર્ડ સાઉન્ડ ટેક્નોલોજીથી પણ મળી રહી છે.

સાથે જ, ફોનમાં ડાયનેમિક બાર ફીચર પણ જોવા મળી રહ્યું છે જે બેટરી સ્ટેટસ, કોલ્સ અને નોટિફિકેશન જેવી આવશ્યક વિગતો સરળતાથી જોવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ફોનમાં મિલિટ્રી ગ્રેડ સર્ટિફિકેશન મળે છે, જે તેને વધું મજબૂત અને ટકાઉ બનાવે છે. ફોનમાં 2GB RAM સાથે 4GB વર્ચ્યૂઅલ RAM દ્વારા સપોર્ટેડ અને 64GB સ્ટોરેજ પણ મળે છે.

itel3

ફોટોગ્રાફીના શોખીનો માટે નવા Itel A100C Newમાં 8-મેગાપિક્સલનો રીઅર કેમેરા મળે છે. કંપનીનું કહેવું છે કે આ કેમેરા એડવાન્સ ઇમેજ પ્રોસેસિંગ દ્વારા સારા અને કલરફૂલ ફોટોગ્રાફ્સ માટે, કેપ્ચર કરવામાં મદદ કરે છે. જ્યારે સામે સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફેનમાં સારો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

પરફોર્મન્સ માટે સ્માર્ટફોનમાં ઓક્ટાકોર યુનિસોસ T7100 પ્રોસેસર છે અને તેમાં અન્ડ્રોઇડ 15 ગો એડિશન જોવા મળી રહ્યું છે. ડિવાઇસમાં મલ્ટીટાસ્કિંગ, વીડિયો કોલિંગ અને સામાન્ય ગેમિંગ કરી શકાય છે. ફેસ લોક અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિંટ સેન્સર સપોર્ટ સાથે ફોનમાં 5000mAhની મોટી બેટરી મળી રહી છે.

Leave a Reply

error: Content is protected !!