તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેસનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
- પ્રાંતિજ પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી તે દરમિયાન એ.એસ.આઈ. મનીષકુમાર બલબદ્રસિંહ તથા અ.હે.કો રાજેશકુમાર ગફુલભાઈને બાતમી મળી હતી કે તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેસમાં ફરાર આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપક ઉર્ફે દીપુ દાઢી મનુભાઈ જેઠવાણી પોતાના હાલના નિવાસસ્થાને હાજર છે બાતમીના આધારે પોલીસ ટીમે અમદાવાદ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો તપાસમાં સામે આવ્યું કે આરોપી વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેપ્રાંતિજ પોલીસની આ કામગીરીને કારણે લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળતા પોલીસ તંત્રમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે