fbpx

‘ખોટો નિર્ણય’, અમ્પાયરની ભૂલને કારણે પંજાબને રન ગુમાવવો પડ્યો, અશ્વિને નિયમોમાં મોટી ખામી ગણાવી

Spread the love

'ખોટો નિર્ણય', અમ્પાયરની ભૂલને કારણે પંજાબને રન ગુમાવવો પડ્યો, અશ્વિને નિયમોમાં મોટી ખામી ગણાવી

ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ પંજાબ કિંગ્સ (PBKS) સામે 6 વિકેટથી જીત મેળવી હતી. પંજાબ કિંગ્સની આ સીઝનમાં સતત પાંચમી હાર થઇ. તે હાલમાં 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો, મુંબઈ ઇન્ડિયન્સે 12 મેચમાં પોતાની ચોથી જીત નોંધાવી હતી, જે પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઇ છે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈ ઇન્ડિયન્સે 19.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

rajkot3

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ દરમિયાન, એક જૂના ક્રિકેટ નિયમ પર બહેસ શરૂ થઈ ગઇ છે. અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ક્રિકેટ જગતનું ધ્યાન રમતના નિયમોમાં એક મોટી ખામી તરફ ખેંચ્યું છે જેના કારણે પંજાબ કિંગ્સને મેચના અંતિમ બોલ પર એક રનનું નુકસાન ઉઠાવવું પડ્યું. આ આખો વિવાદ પંજાબ કિંગ્સની ઇનિંગના છેલ્લા બોલ પર શરૂ થયો, જ્યારે વિષ્ણુ વિનોદે મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને સ્કૂપ શોટ મારવાનો પ્રયાસ કર્યો. બોલ તેના બેટ સાથે ન લાગીને તેના પેડ પર વાગ્યો હતો. આ  દરમિયાન બેટ્સમેનોએ દોડીને એક રન લઇ લીધો હતો, પરંતુ અમ્પાયરે તરત જ મુંબઈની LBW અપીલને માન્ય રાખી અને બેટ્સમેનને આઉટ આપી દીધો હતો. વિષ્ણુ વિનોદે તરત જ અમ્પાયરના નિર્ણય સામે DRS રિવ્યૂ લીધો.

ટીવી રિપ્લેમાં પુષ્ટિ થઈ કે બેટ્સમેન નોટ આઉટ હતો, જેના કારણે અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. પરંતુ હાલના ICC નિયમો અનુસાર, અમ્પાયર આંગળી ઉંચી કરતા જ બોલને ડેડ માનવામાં આવે છે, જેના કારણે અમ્પાયરનો નિર્ણય ખોટો સાબિત થવા છતા પંજાબ કિંગ્સનો એ લેગ-બાયનો મહત્ત્વપૂર્ણ રન જોડવામાં આવ્યો.

રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમ્પાયરની માનવીય ભૂલ અને આ વિચિત્ર નિયમને કારણે ટીમને થયેલા નુકસાન અંગે નારાજગી વ્યક્ત કરી. અશ્વિને લખ્યું કે, ‘ખોટા નિર્ણયને કારણે, પંજાબ કિંગ્સને પોતાના હકનો એક રનથી હાથ ધોવો પડ્યો છે. આ નિયમમાં વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે.’

ashwin

અશ્વિન ત્યાં જ અટક્યો નહીં; તેણે આ સમસ્યાનો વ્યવહારુ ઉકેલ સૂચવ્યો અને IPL મેનેજમેન્ટને આગળ આવવા સલાહ આપી. તેની આગામી પોસ્ટમાં લખ્યું કે, ‘જેમ ‘ઇમ્પેક્ટ સબ’ નિયમ IPL માટે સંપૂર્ણપણે અનોખો છે, તેવી જ રીતે DRS રિવ્યૂ પછી નિર્ણય પલટવા પર રન આપવાનો નિયમ પણ IPLમાં પહેલા લાગૂ થવો જોઈએ. આપણે આ માટે ICCના નિર્ણયની રાહ જોવાની જરૂર નથી, ભલે તેઓ કોઈ ટેકનિકલ કારણોસર તેમાં વિલંબ કરી રહ્યા હોય.’

Leave a Reply

error: Content is protected !!