સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાએ પૂર્ણ કરી વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા, નાગરિકોને જોડાવા અપીલ
ભારત સરકાર દ્વારા હાથ ધરાતી વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયાની ગુજરાત રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ પોતાની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં આ પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી છે




સાંસદ શોભનાબેને જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે તેમણે નાગરિકોને ૩૧ મે ૨૦૨૬ સુધીમાં ઓનલાઇન સ્વ-ગણતરી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો નાગરિકો સરળતાથી se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની સ્વ-ગણતરી કરી શકશે. આપેલી તમામ માહિતી સંપૂર્ણપણે ગોપનીય અને સુરક્ષિત રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રહિતમાં દરેક નાગરિકે સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાઈ પોતાનું યોગદાન આપવું જોઈએ.”સ્વ-ગણતરી દરમિયાન કોઈ મુશ્કેલી કે મુંઝવણ અનુભવાય તો નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ દરેક નાગરિકને એક યુનિક SEID આપવામાં આવશે. ત્યારબાદ ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી , ચાર્જ આષિટન્સ વત્સરાજસિંહ વાધેલા , ટ્રેનર હસનભાઈ , ગુલાબ ભાઈ સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો