fbpx

પ્રાંતિજ ના તાજપુર કુઈ બ્રિજ પાસે અકસ્માત : ત્રણ યુવકો ઈજાગ્રસ્ત

Spread the love

પ્રાંતિજ ના તાજપુર કુઈ બ્રિજ પાસે અકસ્માત : ત્રણ યુવકો ઈજાગ્રસ્ત
– ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ પાસે આવેલ શેઠ એમ.કે. ઓરાણ હાઈસ્કૂલ નજીક બ્રિજના છેડે સોમવાર ની રાત્રે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.


મળતી માહિતી મુજબ ત્રણ યુવકો બાઈક લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તાજપુર કુઈ બ્રિજના છેડે અચાનક એક કૂતરું રોડ વચ્ચે આવી જતા બાઈકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બાઈક ફંગોળાઈ ગઈ હતી અને ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતાઅકસ્માતમાં ત્રણેય યુવકોને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!