fbpx

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

Spread the love

 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે.

વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષમાં • કુલ થાપણો : ₹4,411.11 કરોડ,• કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ,• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ,• કુલ બિઝનેસ : ₹6,982.42 કરોડનો થયો છે.

સ્થાનિક સ્વરાજ્ય માહિતી

ધી વરાછા કો.ઓ. બેંકના ચેરમેન નરેન્દ્ર કુકડીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, શિડ્યુલ બેંકનો મતલબ છે કે હવે અમારી બેંક માટે અનેક દરવાજા ખુલી ગયા છે. હવે અમારી બેંક ડિમેટ ખાતા ખોલી શકશે, RERA એકાઉન્ટ ખોલી શકશે, જે સહકારી સંસ્થાઓ છે તેમને શિડ્યુલ બેંકમા જ ડિપોઝીટ મુકવાનો નિયમ છે તો હવે આવી સહકારી સંસ્થાઓ વરાછા બેંકમાં થાપણો મુકી શકશે, ફોરેન એક્સ્ચેન્જનું કામ પણ વરાછા બેંક કરી શકશે.

વરાછા બેંક હવે મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાખા ખોલી શકશે.

Leave a Reply

error: Content is protected !!